ભારતીય સ્ટેટ બેંક (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની 6 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ કોન્ટ્રાક્ટ (નિશ્ચિત મુદત) ના આધારે છે. પસંદગી પામેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 90 લાખથી રૂ. 1.60 કરોડ સુધીનું CTC (કોસ્ટ ટુ કંપની) મળી શકે છે.
જગ્યાઓની વિગત: જનરલ મેનેજર (GM) અને ચીફ AI ઓફિસર – 1, ડેપ્યુટી જનરલ મેનેજર (DGM) (રિસ્ક એન્ડ ઓપરેશનલ એનાલિટિક્સ) – 1, DGM (AI ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયન્સ) – 1, DGM (ડેટા એન્જિનિયરિંગ, મોડેલ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ AI ઓપ્સ) – 1, AI સોલ્યુશન આર્કિટેક્ટ – 1 અને એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટ – 1.
અરજી પ્રક્રિયા 19 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને 9 નવેમ્બર સુધી ચાલશે. ઉમેદવારોએ ઈઆઈએલ (EIL) ની અધિકૃત વેબસાઇટ પર જઈને નિર્ધારિત તારીખ પહેલાં નોંધણી પૂરી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત: GM અને DGM પોસ્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ/IT/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા સમકક્ષ વિષયમાં BE/BTech/MTech અથવા MSc (સ્ટેટિસ્ટિક્સ/કોમ્પ્યુટર સાયન્સ)/MA (સ્ટેટિસ્ટિક્સ)/MStat/MCA હોવું જરૂરી છે. AI સોલ્યુશન આર્કિટેક્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડેટા સાયન્સ, AI, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ કે સંબંધિત વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી અને એન્ટરપ્રાઇઝ AI આર્કિટેક્ટ માટે કોમ્પ્યુટર સાયન્સ, IT, એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, AI કે સંબંધિત વિષયમાં બેચલર/માસ્ટર ડિગ્રી જરૂરી છે. આ ઉપરાંત પોસ્ટ મુજબ સંબંધિત ક્ષેત્રમાં 3 થી 15 વર્ષનો અનુભવ પણ જરૂરી છે.
વયમર્યાદા: ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 30 થી 40 વર્ષ અને મહત્તમ ઉંમર 45 થી 55 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 30 સપ્ટેમ્બર 2026ના આધારે થશે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ મળશે.
પસંદગી પ્રક્રિયા: અરજીઓ અને પ્રમાણપત્રોની ચકાસણી, મેરિટના આધારે શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ અને ત્યારબાદ CTC પર વાટાઘાટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોનું CTC પોસ્ટ મુજબ વાર્ષિક રૂ. 90 લાખથી રૂ. 1.60 કરોડ સુધીનું રહેશે.
અરજી ફી: સામાન્ય/EWS/OBC વર્ગ માટે રૂ. 750 છે. SC/ST/દિવ્યાંગ શ્રેણીના ઉમેદવારોને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુ માહિતી અને અરજી માટે ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ અથવા ઈઆઈએલની વેબસાઇટ જોઈ શકે છે.