જો તમે શેરબજારના જોખમ વિના ગેરંટીડ રિટર્ન અને સુરક્ષિત આવક ઈચ્છતા હોવ, તો SBI લાઈફની 'સ્માર્ટ પ્લેટિનમ પ્લસ' સ્કીમ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ એક નોન-લિંક્ડ સેવિંગ્સ પ્લાન છે, જે ફિક્સ ઇન્કમ સાથે લાઈફ કવર પણ પૂરું પાડે છે. સુરક્ષિત રોકાણ દ્વારા તમારા લાંબાગાળાના નાણાકીય લક્ષ્યોને પૂરા કરવા માટે આ પ્લાન ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પૉલિસીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના રિટર્ન સંપૂર્ણપણે ફિક્સ અને કોન્ટ્રાક્ટ્યુઅલ હોય છે. ટૂંકમાં, શેરબજારની ચાલની તેના પર કોઈ અસર પડતી નથી. આ એક નોન-લિંક્ડ અને નોન-પાર લાઈફ ઇન્સ્યોરન્સ સેવિંગ્સ પ્લાન છે. તેમાં બે મુખ્ય વિકલ્પ મળે છે: પહેલો 'ગેરંટીડ ઇન્કમ ઓપ્શન' (રેગ્યુલર ફિક્સ ઇન્કમ માટે) અને બીજો 'લાઈફ ઇન્કમ ઓપ્શન' (પેઆઉટ પિરિયડ દરમિયાન રેગ્યુલર ગેરંટીડ ઇન્કમ).
પૉલિસીધારક પોતાની સગવડ મુજબ 6, 7, 8 કે 10 વર્ષ માટે પ્રીમિયમની ચૂકવણી પસંદ કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે ન્યૂનતમ વાર્ષિક પ્રીમિયમ 50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. પ્લાન અંતર્ગત ન્યૂનતમ વીમા રકમ 5,50,000 રૂપિયા છે.
રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ આવકની ચૂકવણી વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક ધોરણે લઈ શકે છે. પૉલિસીનો સમયગાળો પૂરો થવા પર રોકાણકારને કુલ ચૂકવેલા પ્રીમિયમનો 110% હિસ્સો રિફંડ કરી દેવામાં આવે છે.
જો પોલિસી મુદત દરમિયાન પોલિસીધારકનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય છે, તો નોમિનીને એકંદર મૃત્યુ લાભ મળે છે. આ ઉપરાંત, ગેરંટીડ ઇન્કમ વિકલ્પ અંતર્ગત કમેન્સમેન્ટ પછી પણ પે-આઉટ મળવાનો પ્રાવધાન ચાલુ રહી શકે છે.
નાણાકીય કટોકટીના સમયે પૉલિસીધારક સરેન્ડર વેલ્યુ (જે ઓછામાં ઓછા 2 વર્ષના પૂરા પ્રીમિયમની ચૂકવણી પછી મળે છે) ના 50% સુધીની લોન લઈ શકે છે. સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે તેમાં SBI લાઈફ એક્સિડેન્ટલ બેનિફિટ રાઇડર (એક્સિડેન્ટલ ડેથ / આંશિક વિકલાંગતા) અને SBI લાઈફ વેવર ઓફ પ્રીમિયમ રાઇડર જેવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.