સત્ય. સાહસ. સંકલ્પ.

SBI ATM નિયમો: 1 ઓક્ટોબરથી મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટશે, વધારાના ચાર્જ લાગશે

SBI ATM નિયમો: 1 ઓક્ટોબરથી મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટશે, વધારાના ચાર્જ લાગશે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. 1 ઓક્ટોબર, 2026થી ATM ઉપાડ અને વ્યવહારો સંબંધિત નિયમો બદલાશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને સેવિંગ્સ અને સેલરી એકાઉન્ટ ધારકો માટે ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવામાં આવી છે.

SBI તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, શાખામાં ખોલવામાં આવેલા બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટ્સ પર દર મહિને માત્ર 4 મફત નાણાં ઉપાડવાની સુવિધા રહેશે. આ પછી દરેક વધારાના ATM વિથડ્રોઅલ પર ₹15 ઉપરાંત GST ચૂકવવો પડશે.

સેલરી એકાઉન્ટ ધારકો માટે સ્થિતિ વધુ કડક છે. અત્યાર સુધી તેમને અન્ય બેન્કના ATM પર 10 મફત ટ્રાન્ઝેક્શન મળતા હતા, જે હવે ઘટાડીને 5 કરી દેવામાં આવ્યા છે. આ મર્યાદામાં નાણાં ઉપાડવા (ફાઇનાન્શિયલ) અને બેલેન્સ ચેક, મિની સ્ટેટમેન્ટ જેવી બિન-નાણાકીય સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. મર્યાદા પૂરી થયા બાદ ફાઇનાન્શિયલ વ્યવહાર પર ₹23 અને બિન-નાણાકીય વ્યવહાર પર ₹11 ચાર્જ લાગશે. આ બંને પર GST ઉમેરવામાં આવશે.

આ નિયમો વારંવાર ATMનો ઉપયોગ કરતા ગ્રાહકોને સીધી અસર કરશે. બેન્કે આ માહિતી પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરી છે. ગ્રાહકોએ તેમના વ્યવહારોની યોજના બનાવવી અને જરૂર પડ્યે વધારાના શુલ્કથી બચવા માટે બેન્કની એપ અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરવો ઉચિત રહેશે.