સત્ય. સાહસ. સંકલ્પ.

સાવરકુંડલામાં મેગા ડિમોલિશન: મહુવા રોડથી નાવલી સુધીના માર્ગ દબાણમુક્ત

સાવરકુંડલામાં મેગા ડિમોલિશન: મહુવા રોડથી નાવલી સુધીના માર્ગ દબાણમુક્ત

અમરેલીના સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહુવા રોડથી નાવલી સુધીના મુખ્ય માર્ગો પર ગેરકાયદે ઊભા કરાયેલા છાપરાં, ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

મુખ્ય માર્ગો પરના દબાણોને કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ ઊભી થતી હતી. તેને ધ્યાનમાં રાખીને તંત્રએ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર કામગીરીમાં મહેસૂલ વિભાગ, નગરપાલિકા, સિટી સર્વે, પીજીવીસીએલ તેમજ પોલીસની ટીમોને સાથે રાખવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન અનેક વેપારીઓએ પણ પોતાના ગેરકાયદે છાપરાઓ સહિતના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે શહેરના અન્ય મુખ્ય માર્ગો પર જો કોઈ ગેરકાયદે દબાણ હોય તો તેને સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવે. તંત્રની કાર્યવાહી વચ્ચે વેપારીઓ સ્વેચ્છાએ દબાણો હટાવી રહ્યા છે, જેથી સાવરકુંડલાના મુખ્ય માર્ગો દબાણમુક્ત બને તે દિશામાં વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે.