સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી માલધારીઓ સંકટમાં, રાહત પેકેજ અને સસ્તું ઘાસચારો આપવાની માંગ

સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી માલધારીઓ સંકટમાં, રાહત પેકેજ અને સસ્તું ઘાસચારો આપવાની માંગ

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રાજકોટ સહિતના વિસ્તારોમાં માલધારીઓ અને પશુપાલકોની હાલત કફોડી બની છે. ઊંચા ભાવે ઘાસચારો ખરીદવો મુશ્કેલ બનતાં ઘણા પશુપાલકોને પશુઓ સાથે સ્થળાંતર કરવું પડી રહ્યું છે.

માલધારી સમાજે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક રાહત પેકેજ જાહેર કરવા અને રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં પશુપાલકો માટે વિશેષ આર્થિક પેકેજ, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા રાહત દરે પૂરતો ઘાસચારો (નીરણ) પૂરો પાડવો, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ શરૂ કરીને ઘાસચારો, પીવાનું પાણી અને પશુચિકિત્સા સુવિધા આપવી તથા પાણીની તંગી ધરાવતા ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનો સમાવેશ થાય છે.

પશુપાલકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે નક્કર પગલાં નહીં લેવાય તો પશુધન સાથે માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.