સત્ય. સાહસ. સંકલ્પ.

ગણેશ ચતુર્થી પર સારા તેંડુલકરનો પરંપરાગત લુક વાયરલ, પીકોક સાડી અને હીરાના ઘરેણાંમાં દેખાઈ

ગણેશ ચતુર્થી પર સારા તેંડુલકરનો પરંપરાગત લુક વાયરલ, પીકોક સાડી અને હીરાના ઘરેણાંમાં દેખાઈ

ગણેશ ચતુર્થીના પ્રસંગે ક્રિકેટના જાણીતા ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે તેના પરંપરાગત લુકની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.

આ પ્રસંગ માટે સારાએ પીકોક કલરની સાડી પહેરી હતી, જેમાં બારીક ઝરીના કામ સાથે ભરતકામ કરવામાં આવ્યું હતું. આ સાડી સાથે તેમણે ભારે, ડિઝાઇનર સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. પરંપરાગત સાડી અને આધુનિક બ્લાઉઝના આ સંયોજનથી તેમનો લુક અલગ અંદાજમાં દેખાયો હતો.

લુકને વધુ નિખારવા માટે તેમણે કુંદન અને હીરા જડેલો ભારે હાર પહેર્યો હતો. આ ઉપરાંત તેમણે વાળને સુંદર રીતે સ્ટાઈલ કરીને સફેદ મોગરાના તાજા ફૂલોના ગજરાથી સજાવ્યા હતા.

ગણેશ ચતુર્થી દેશભરમાં ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન લોકો પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે.