સત્ય. સાહસ. સંકલ્પ.

સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરો સુરક્ષિત

સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરો સુરક્ષિત

અમદાવાદથી સાપુતારા જઈ રહેલી ખાનગી બસને સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત નડ્યો હતો. જન્માષ્ટમીના પર્વે પ્રવાસ માટે નીકળેલા 54 મુસાફરો બસમાં સવાર હતા.

ચઢાણ ચઢતી વખતે અચાનક બસ બંધ પડી જતાં તે રિવર્સમાં ધસી ગઈ હતી અને માર્ગની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી. બસ ભેખડ સાથે અથડાઈને અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં મુસાફરો અને તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ તમામ સુરક્ષિત હોવાની જાણ થતાં રાહત વ્યક્ત કરવામાં આવી હતી.

અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.