સત્ય. સાહસ. સંકલ્પ.

હર્ષ સંઘવીની ભવિષ્યવાણી: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

હર્ષ સંઘવીની ભવિષ્યવાણી: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

વડોદરામાં ખેલ મહાકુંભ 2026ના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી જાહેર કર્યું કે વર્ષ 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સનું ઐતિહાસિક આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા. હર્ષ સંઘવીના આ નિવેદનને 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી રહેશે તેવી પરોક્ષ ભવિષ્યવાણી તરીકે જોવામાં આવી રહ્યું છે.