બિગ બોસ 20 ના વીકએન્ડ કા વાર દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાને ટ્રોલિંગ અને સેલિબ્રિટીઓને નિશાન બનાવવાના મુદ્દે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. શનિવારની સાંજે તેમણે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સલમાન ખાને કહ્યું કે, દરેક ક્ષેત્રના સેલિબ્રિટીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. ટ્રોલ આર્મી રોજ સક્રિય થાય છે અને અભિનય કે ફિલ્મના કોઈ ચોક્કસ દ્રશ્યને લઈને નિશાન બનાવે છે. આ અંગે તેમણે બિગ બોસના સ્ટેજ પરથી કહ્યું, 'તમે લોકોએ ફિલ્મની ટિકિટ ખરીદી છે, અમને નહીં. અમે અમારું શ્રેષ્ઠ આપીએ છીએ, જેથી ફિલ્મમાં મજા આવે.'
પોતાની ટ્રોલિંગનો ઉલ્લેખ કરતા સલમાને કહ્યું કે, 'ટકલા હો ગયા હૈ' એ ફિલ્મનો લુક છે. અસલી કારણ એ છે કે, મારા એક નજીકના મિત્રનું બે મહિના પહેલા નિધન થયું છે. તે ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યો હતો. મને કોઈ ફરક પડતો નથી, પરંતુ કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. હું તમને ખોટા સાબિત કરીશ. મારા વખાણ કરો, હું એવું કરીશ કે પછી તમે વખાણ કરશો. આ મારી પર્સનાલિટી છે. દરેકની પર્સનાલિટી અલગ છે. હું ખોટા અને સાચા બંનેમાંથી ફાયદાની વસ્તુ કાઢું છું.'
તેમણે ઉમેર્યું કે, 'જ્યારે લોકો વિશે ખોટું લખવામાં આવે છે, જે સત્ય નથી, ત્યારે તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે. ટ્રોલની ભાષા પરથી તેમની પરવરિશ ખબર પડી જાય છે. કેટલાક લોકો એવી ભાષા વાપરે છે કે જેનાથી ખબર પડે કે આ કોણ છે. ક્યારેક એવું લાગે છે કે આ આપણા લોકો છે કે નહીં. તમારે ફિલ્મ જોવી નથી, પણ એક નવી વાત આવી છે કે તમે અમારા કારણે આવા બન્યા છો. અમે ચાહકોની રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એનો મતલબ એ નથી કે તમે ગમે તેવું વર્તન અમારી સાથે કરો.'
બિગ બોસમાં 108 કેમેરા હોવાનો ઉલ્લેખ કરતા સલમાને સ્પર્ધકોને કહ્યું, 'જ્યારે તમે ઘરની બહાર આવો છો, ત્યારે તમે સલમાન ખાન છો, તેથી કંઈપણ કહી શકો છો. કોઈ નૈતિકતા નથી, કોઈ મોરલ નથી, કોઈ સિદ્ધાંતો નથી. અમારી પાસે 108 કેમેરા છે. એક પણ કેમેરામેને આવો શોટ લીધો નથી. તમે લોકો હંમેશા કોમ્પ્રોમાઈઝિંગ સ્થિતિમાં છો. આ અમારો નિર્ણય છે. અમે ક્યારેય મહિલાઓને ખરાબ રીતે દર્શાવીશું નહીં. આ અમારી વિચારસરણી છે.'
બિગ બોસને વિવાદિત શો કહેવા અંગે સલમાને કહ્યું, 'બોલે છે મોટો વિવાદિત શો છે. ખૂબ અગ્રેસિવ અને ચેલેન્જિંગ શો છે. ખૂબ અપશબ્દો કહેવાય છે. પરંતુ મહિલાને ખોટી રીતે દેખાડવું ક્યારેય ન હોતું. જે દુખી છે, પરેશાન છે, તેને ખબર નથી કે આમાંથી કેવી રીતે નીકળવું. વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે કોણ છો જે તેના પર કોમેન્ટ કરી રહ્યા છો? આનાથી પૈસા બનાવો. તમને લોકોને શરમ આવવી જોઈએ.'