બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેમના મસ્તીખોર અંદાજ માટે જાણીતા છે. 15 સપ્ટેમ્બર, મંગળવારની રાત્રે અભિનેતા સોહેલ ખાનના ઘરે ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘણા સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા અને સલમાન ખાન પણ આ પૂજામાં જોડાયો હતો.
સલમાન ખાન જ્યારે ગણેશજીની પૂજા અને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે અભિનેતા વરુણ શર્મા પહેલેથી જ ત્યાં હાજર હતો અને પૂજામાં ખૂબ મગ્ન હતો. વરુણને ખબર પણ ન પડી કે સલમાન ખાન ક્યારે તેની બાજુમાં આવીને ઊભા રહી ગયા.
આ સમયે સલમાન ખાને વરુણ શર્મા સામે જોઈને રમુજી રીતે કહ્યું, “કેટલી મન્નત માંગીશ? ભગવાન વધારે વાર મન્નત માંગવાથી વધારે કંઈ આપી દેવાના નથી.”
સલમાન ખાનની આ રમુજી ટિપ્પણી સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા. વરુણ શર્મા પણ તેની આ અણધારી ટિપ્પણી સાંભળીને ચોંકી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અભિનેતા સલમાન ખાનના કારકિર્દીની વાત કરીએ તો, તેઓ આ સમયે દિગ્દર્શક વામશીની એક્શન ડ્રામા ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.