મુંબઈમાં ગુરુવારે ફિલ્મ ‘પ્રેમ કીટાણું’નું સ્ક્રીનિંગ યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં અભિનેતા સલમાન ખાન પહોંચ્યો હતો અને ફિલ્મના લીડ એક્ટર વીર પહાડિયા સાથે જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ઇવેન્ટમાં જેકલીન ફર્નાન્ડિઝ, કરણ જોહર, સારા તેંડુલકર, ઝરીન ખાન અને એલ્વિશ યાદવ પણ હાજર રહ્યા હતા.
‘પ્રેમ કીટાણું’ એક હિન્દી રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ છે, જેમાં વીર પહાડિયા, આફિયા સૈયદ અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો રનટાઇમ લગભગ 2 કલાક અને 18 મિનિટ છે. ફિલ્મની વાર્તા રોમાન્સ અને કૉમેડીની આસપાસ વણાયેલી છે.
સ્ક્રીનિંગ દરમિયાન સલમાન સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇવેન્ટમાંથી બહાર નીકળતી વખતે એક ચાહક અચાનક એક્ટરની ખૂબ નજીક પહોંચી ગયો હતો. તેણે સલમાનને ગળે મળવાનો પ્રયાસ કર્યો. ચાહકને અચાનક પોતાની નજીક આવતો જોઈ સલમાન થોડા સમય માટે અસહજ નજરે પડ્યો. ત્યારબાદ તેના સુરક્ષા ગાર્ડે તરત જ વચ્ચે આવીને પ્રશંસકને સલમાનથી દૂર કર્યો. સલમાન ખાન ‘સાવધાન ઇન્ડિયા’ ફેમ અનૂપ સોનીને ગળે મળી રહ્યો હતો, ત્યારે જ એક ચાહક અચાનક આવી ગયો.
ઉલ્લેખનીય છે કે સલમાનની સુરક્ષા હંમેશાં એલર્ટ મોડમાં રહે છે. લૉરેન્સ ગૅંગ તરફથી મળેલી ધમકીઓ અને તેના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટના બાદ તેની સુરક્ષા વધારવામાં આવી હતી. સલમાન ખાનને વાઈ-પ્લસ કેટેગરીની સરકારી સુરક્ષા મળી છે. આ સુરક્ષા ઘેરામાં લગભગ 11થી 12 પોલીસકર્મીઓ તૈનાત રહે છે. તેમાં વિશેષ રીતે પ્રશિક્ષિત કમાન્ડો પણ સામેલ હોય છે.
સલમાનની મુસાફરી દરમિયાન પોલીસની ગાડીઓ તેની કારને એસ્કોર્ટ કરે છે. આ ઉપરાંત, એક્ટરની ખાનગી સુરક્ષા ટીમ પણ તેની સાથે રહે છે. તેનો લાંબા સમયથી બોડીગાર્ડ શેરા પણ પોતાની ખાનગી સુરક્ષા ટીમ સાથે સલમાનની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. જાહેર કાર્યક્રમો, શૂટિંગ અને એરપોર્ટ પર સલમાનની આસપાસ ખાનગી ગાર્ડ્સ અને બાઉન્સર્સનું સુરક્ષા ઘેરો પણ રહે છે.
જુઓ ફિલ્મ સ્ક્રીનિંગ ઇવેન્ટની તસવીરો- સલમાન ખાને ફિલ્મ નિર્માતા સાજિદ નાડિયાદવાલાની ભાણેજ આફિયા સૈયદ અને વીર પહાડિયા સાથે પોઝ આપ્યા. વીર અને શિખર પોતાના નાના અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી સુશીલ કુમાર શિંદે સાથે જોવા મળ્યા. ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાની ભાણેજ આફિયા સૈયદ ફિલ્મ ‘પ્રેમ કીટાણુંં’માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી રહી છે. ઝરીન ખાન 'બિગ બોસ' કન્ટેસ્ટન્ટ રોહિદ ખાન સાથે નજર આવી. સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર બ્લેક ડ્રેસમાં નજર આવી. કરણ જોહરે વીર પહાડિયા સાથે પોઝ આપ્યા. સ્ક્રીનિંગમાં સુનીલ શેટ્ટીનો દીકરો અને એક્ટર અહાન શેટ્ટી બ્લેક આઉટફિટમાં નજરે જોવા મળ્યો. યુટ્યુબર એલ્વિશ યાદવ એક્ટ્રેસ અંકિતા લોખંડેન પતિ અને બિઝનેસમેન વિક્કી જૈન સાથે જોવા મળ્યો.
‘પ્રેમ કીટાણું’ની સ્ક્રીનિંગ દરમિયાન સલમાન ખાનનો અન્ય એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સ્ક્રીનિંગમાં સલમાન જ્યારે પહોંચ્યો, ત્યારે મીડિયા અને પાપારાઝીએ તેને રેડ કાર્પેટ પર આવીને તસવીરો પડાવવા માટે કહ્યું. સલમાને ઈશારો કર્યો કે પહેલા સાક્ષી મલિકને પોઝ આપવા દો. જોકે, તે જ સમયે મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક કેમેરા સામે પોઝ આપી રહી હતી. સલમાન તરત જ રેડ કાર્પેટ પર પહોંચવાને બદલે રાહ જોઈ. તે થોડીવાર પાછળ ઊભો રહ્યો અને સાક્ષી મલિકને પોતાના પોઝ પૂરા કરવાની તક આપી. ગીત ‘બમ ડિગી ડિગી’થી પ્રસિદ્ધ થયેલી સાક્ષી મલિકે રેડ કાર્પેટ પર પોઝ આપ્યા. સાક્ષી મલિકે પોઝ આપ્યા બાદ સલમાન રેડ કાર્પેટ પર પહોંચ્યો અને પોઝ આપ્યો. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સલમાનના આ વર્તનની પ્રશંસા થઈ રહી છે.
એપ્રિલ 2026માં સલમાન જામનગર એરપોર્ટની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે સલમાન ભીડની વચ્ચે એક બાળક સાથે પોઝ આપી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિ તેની નજીક આવ્યો અને તેના ખભા પર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો. વ્યક્તિને નજીક આવતો જોઈને સલમાનની સુરક્ષા ટીમ તરત જ સતર્ક થઈ ગઈ હતી. ગાર્ડે તે વ્યક્તિને પાછળ હટાવી દીધો હતો. આ દરમિયાન સલમાને પણ તેની તરફ જોયું. તે બાળક સાથે ત્યાં જ ઊભો રહ્યો. સલમાને પોતાની સુરક્ષા ટીમને શાંત રહેવાનો ઈશારો પણ કર્યો હતો.
સલમાન ખાનની સુરક્ષા કેટલી કડક હોય છે, તે આ વાત પરથી જ સમજી શકાય છે કે આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને તેની સુરક્ષાએ ઓળખ્યો નહીં, તેથી તેને બે વખત સલમાન પાસે જવા દેવામાં આવ્યો નહોતો.