સત્ય. સાહસ. સંકલ્પ.

બિગ બોસ સ્ટેજ પર સલમાન ખાનનો સંકેત: 'પ્રેમ' ફરી પડદા પર આવશે

બિગ બોસ સ્ટેજ પર સલમાન ખાનનો સંકેત: 'પ્રેમ' ફરી પડદા પર આવશે

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને 'બિગ બોસ 20'ના સ્ટેજ પર જણાવ્યું છે કે તેમનું લોકપ્રિય પાત્ર 'પ્રેમ' ટૂંક સમયમાં ફરી પડદા પર જોવા મળશે. તેમના આ સંકેતથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સલમાન ખાને કહ્યું કે લોકોએ તેમને 'પ્રેમ' તરીકે ઘણો પ્રેમ આપ્યો છે. વીતેલા વર્ષોમાં તેઓ ઘણી વખત આ પાત્ર ભજવી ચૂક્યા છે અને આવનારા સમયમાં પણ તેમની કેટલીક ફિલ્મો આવશે, જેમાં તેઓ ફરી 'પ્રેમ' બનશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને 'પ્રેમ' નામના પાત્ર સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમના પછી ઘણા કલાકારોએ આ નામના પાત્રો ભજવ્યા, પરંતુ સલમાન ખાનને મળેલી લોકપ્રિયતા બીજા કોઈને મળી નથી.

સલમાન ખાનના આ ખુલાસાથી તેમના ચાહકો ખૂબ ખુશ છે. ઘણા સમયથી ચાહકો તેમને 'પ્રેમ' તરીકે જોવા માંગતા હતા, અને હવે તેમના આ સંકેતથી આ ઈચ્છા પૂરી થવાની આશા જાગી છે. જોકે, કઈ ફિલ્મમાં તેઓ ફરી 'પ્રેમ' બનશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.