સત્ય. સાહસ. સંકલ્પ.

સલમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો: 'મારા જૂના રૂમમાં કોઈ અદ્રશ્ય શક્તિ હાજર હતી'

સલમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો: 'મારા જૂના રૂમમાં કોઈ અદ્રશ્ય શક્તિ હાજર હતી'

સુપરસ્ટાર સલમાન ખાને કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'ના સીઝન ૯માં તેમના મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટના જૂના રૂમ સાથે જોડાયેલો એક ચોંકાવનારો અનુભવ શેર કર્યો છે. સલમાને કહ્યું કે તે નાના રૂમમાં તેમને કોઈ અજાણી વ્યક્તિની હાજરીનો અહેસાસ થતો હતો.

કરણ જોહરે પણ આ ઘટના યાદ કરતાં જણાવ્યું કે, 'હું મારી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'ની કહાની સંભળાવવા સલમાનના ઘરે ગયો હતો. તે સમયે આખો પરિવાર ગેલેક્સી અપાર્ટમેન્ટમાં સાથે જ રહેતો હતો. સલમાનનો રૂમ ખૂબ જ નાનો હતો, જેમાં માત્ર એક ક્લોઝેટ, એક કબાટ અને એક બેડ હતો. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે એક મોટા સુપરસ્ટારનો રૂમ આટલો સાદો કેવી રીતે હોઈ શકે!'

સલમાને વધુમાં જણાવ્યું કે, 'તે નાના રૂમમાં મારી સાથે એવી ઘટનાઓ બનતી હતી, જે સરળતાથી સમજી શકાતી નહોતી. મને હંમેશા એવું લાગતું કે રૂમમાં મારા સિવાય પણ કોઈ હાજર છે. મેં ક્યારેય કોઈને મારી આંખોથી જોયું નહોતું, પરંતુ મને કોઈનો અવાજ સંભળાતો હતો અને એવું અનુભવાતું હતું કે કોઈ મારી પાછળ ઊભું છે.'

તેમણે કહ્યું, 'જ્યારે પણ હું બહાર આવતો, ત્યારે લાઇટો જાતે જ ચાલુ-બંધ થવા લાગતી. કબાટ ખુલી જતાં અને સંગીત વાગવા લાગતું. એકવાર જ્યારે હું બાથરૂમમાં હતો, ત્યારે મને લાગ્યું કે બહાર કોઈ કબાટ સાથે કંઈક કરી રહ્યું છે અને તેને ખોલી રહ્યું છે.'

જ્યારે કરણે પૂછ્યું કે શું તને લાગ્યું કે ત્યાં કોઈ ભૂત-પ્રેત છે? તો સલમાને સ્પષ્ટ કર્યું કે, 'તે ભૂત-પ્રેત જેવી કોઈ ડરામણી ચીજ નથી, પરંતુ મને બસ કોઈની અદૃશ્ય ઉપસ્થિતિનો અહેસાસ થતો હતો. મને ક્યારેય આ વાતથી ડર લાગ્યો નહીં, કારણ કે તેણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નહોતું.'