બોલિવૂડ સ્ટાર સલમાન ખાન મંગળવારે ખાન પરિવારના ગણપતિ વિસર્જનમાં સામેલ થયો હતો. આ વખતે ખાન પરિવારે ગણેશ ચતુર્થીનું આયોજન સોહેલ ખાનના ઘરે કર્યું હતું. વિસર્જન પહેલાં પરિવારે બાપ્પાની આરતી કરી હતી.
વિસર્જનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સલમાન ખાન ગણપતિ બાપ્પાની ઊંધી આરતી કરતો જોવા મળ્યો હતો. થોડી વાર પછી તેની નાની બહેન અર્પિતાએ તેને ટોક્યો અને આરતી કરવાની સાચી રીત જણાવી. બહેનની સલાહ માનીને સલમાને તરત જ પોતાની ભૂલ સુધારી લીધી.
સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ ગણપતિ વિસર્જનમાં પહોંચી હતી. સલમાન પછી તરત જ યૂલિયાએ આરતી કરી. અર્પિતા ખાન તેને પણ આરતી શીખવતી જોવા મળી હતી.
સોહેલ ખાનના બિલ્ડિંગ પરિસરમાં યોજાયેલા વિસર્જનમાં આખો ખાન પરિવાર હાજર રહ્યો હતો. સોહેલ ખાન અને અર્પિતા ખાન શર્માએ બાળકો સાથે આરતી કરી. હેલન અને અન્ય મહેમાનોએ પણ બાપ્પાના દર્શન કર્યા. વિસર્જન માટે સોહેલની બિલ્ડિંગ પરિસરમાં પાણીની મોટી ટાંકી રાખવામાં આવી હતી. સોહેલ ખાને બાળકો સાથે ડાન્સ પણ કર્યો.
ગણેશ ચતુર્થી પર સલમાન ખાને પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે સોહેલ ખાન અને અંબાણી પરિવારના ઘરે ગણેશ સ્થાપના બાદ બેન્ડાના લુકમાં એન્ટ્રી લીધી હતી. વિસર્જનમાં પણ તે આવા જ હળતો-મળતો લુક પહેરીને આવ્યો હતો – ટી-શર્ટ, હાફ લેધર જેકેટ અને વિન્ટર કેપ. સોહેલના ઘરે વિસર્જનમાં આવેલા સલમાનનું ધ્યાન સ્ટાફના ખોળામાં સૂઈ રહેલી એક બાળકીએ ખેંચ્યું. સલમાન તેની નજીક ગયો અને બાળકીને પંપાળી.
સલમાન ખાન અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનનો પણ ભાગ બન્યો હતો. તેણે બાપ્પાના આશીર્વાદ લીધા અને ભગવાનને ફૂલ અર્પણ કર્યા. નવા લુક સાથે એન્ટિલિયામાં એન્ટ્રી લીધા બાદ તેણે ગણપતિ પ્રતિમા સામે જઈને આશીર્વાદ લીધા. પંડિતજીએ તેને તિલક લગાવ્યું અને પટકો પહેરાવ્યો.