સત્ય. સાહસ. સંકલ્પ.

સૈફ-કરીનાએ કપિલ શર્મા શોમાં ખોલ્યા લવ લાઇફના રહસ્યો, 5મા બાળક પર કરીનાનો મજેદાર જવાબ

સૈફ-કરીનાએ કપિલ શર્મા શોમાં ખોલ્યા લવ લાઇફના રહસ્યો, 5મા બાળક પર કરીનાનો મજેદાર જવાબ

બોલિવૂડના ચર્ચિત કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરે તાજેતરમાં કોમેડિયન કપિલ શર્માના શોમાં હાજરી આપી હતી. આ દરમિયાન બંનેએ તેમના લગ્નજીવન અને લવ લાઇફને લઈને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા. શોના પ્રોમો વીડિયોમાં સૈફે કરીનાને લઈને એવી વાત કહી જે ચર્ચાનો વિષય બની છે.

કપિલે મજાકિયા અંદાજમાં કરીનાને પૂછ્યું કે તમારા લગ્નને 14 વર્ષ થઈ ગયા છે, સામાન્ય માણસ 14 વર્ષમાં થાકી જાય છે, પરંતુ તમે બંને ખૂબ ફ્રેશ લાગો છો. આનું રહસ્ય શું છે? જવાબમાં સૈફે હસતાં હસતાં કહ્યું કે આજકાલ અમારા ઘરમાં ઘી ખૂબ આવે છે. કરીનાએ ઉમેર્યું કે અમે ઘીનો ખૂબ ઉપયોગ કરીએ છીએ, બાળકો પણ ખાય છે. સૈફે મજાકમાં કહ્યું કે કરીના રાત્રે ઘી પોતાના પગ પર પણ ઘસે છે જેથી સારી ઊંઘ આવે. સૈફે વધુમાં કહ્યું કે અમારા બેડરૂમમાં રાત્રે ઢાબા જેવી સુગંધ આવે છે.

કરીનાએ તેમની લવ લાઇફ વિશે જણાવ્યું કે સૈફે તેમને ત્રણ વાર પ્રપોઝ કર્યું હતું – પહેલા મુંબઈમાં, પછી ગ્રીસમાં અને ત્યારબાદ પેરિસમાં. ત્યારે જ તે રાજી થઈ હતી. સૈફે મજાકમાં કહ્યું કે જો તે મુંબઈમાં જ માની જાત તો તેના પૈસા બચી જાત.

કપિલે કરીનાને પૂછ્યું કે શું સૈફ રાત્રે નસકોરાં બોલાવે છે? કરીનાએ હા પાડી. જવાબમાં સૈફે કહ્યું કે કરીના પણ નસકોરાં બોલાવે છે અને તેણે એક વાર તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.

શોમાં પિતૃત્વ અંગે પૂછવામાં આવતા સૈફે કહ્યું કે તેમના દરેક દાયકામાં એક બાળક છે. કરીનાએ મજાકમાં કહ્યું કે હવે આગળ શું પ્લાન છે? ત્યારે અર્ચના પુરણે ઈશારો કર્યો કે તેઓ નવા દાયકામાં પ્રવેશવા જઈ રહ્યા છે, જે સૈફના પાંચમા બાળક તરફ ઈશારો હતો. કરીનાએ તરત જ કહ્યું, 'હા, પરંતુ મારી સાથે નહીં હોય.' આ સાંભળીને સૈફ શરમાઈ ગયા અને બાકીના લોકો હસવા લાગ્યા.

ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીનાએ શોમાં રોમેન્ટિક ડાન્સ પણ કર્યો હતો. 14 વર્ષ બાદ પણ બંનેનો સંબંધ ખૂબ સુંદર છે.