સત્ય. સાહસ. સંકલ્પ.

સાઈ કિશોરની ફિરકી: ગ્લોસ્ટરશાયરે ડર્બીશાયરને 213 રને હરાવ્યું

સાઈ કિશોરની ફિરકી: ગ્લોસ્ટરશાયરે ડર્બીશાયરને 213 રને હરાવ્યું

ભારતીય સ્પિનર સાઈ કિશોરે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડર્બીશાયર સામે 20 રન આપીને 5 વિકેટ લેતા ગ્લોસ્ટરશાયરે આ મેચ 213 રનથી જીતી લીધી. બ્રિસ્ટોલમાં રમાયેલી આ મેચમાં ડર્બીશાયરને 319 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ તે 38.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

સાઈ કિશોરે બીજી ઇનિંગ્સમાં માત્ર 6 રન આપીને 5 વિકેટ ઝડપી લીધી. આ સાથે તેની ચેમ્પિયનશિપની 3 મેચમાં 13 વિકેટ થઈ ગઈ છે. આ મેચમાં તેણે બંને ઇનિંગ મળીને કુલ 7 વિકેટ લીધી.

ગ્લોસ્ટરશાયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા આખી ટીમ 237 રનમાં આઉટ થઈ. જેમ્સ બ્રેસીએ 166 બોલમાં 12 ચોગ્ગા સાથે 113 રન બનાવ્યા. વિલિયમ્સે 42 અને સાઈ કિશોરે 20 રન ઉમેર્યા. ડર્બીશાયર તરફથી બ્રેટ રેન્ડેલે 41 રન આપીને 5 વિકેટ લીધી, જ્યારે બેન એચિસન અને શોએબ બશીરને 2-2 વિકેટ મળી.

જવાબમાં ડર્બીશાયરે 278 રન બનાવીને 41 રનની લીડ મેળવી. ઓપનર મોહમ્મદ નઈમે 119 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 71 રન કર્યા. ગ્લોસ્ટરશાયરના ઓલિવર પ્રાઈસે 6 વિકેટ લીધી, જ્યારે સાઈ કિશોરે 23 ઓવરમાં 2 વિકેટ લીધી.

બીજી ઇનિંગ્સમાં ગ્લોસ્ટરશાયરે 359/5ના સ્કોર પર ડિક્લેર કર્યું. માઇલ્સ હેમન્ડે 213 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 118 રન બનાવ્યા. જેમ્સ બ્રેસીએ 147 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 104 રનની અણનમ ઇનિંગ્સ રમી. જો ફિલિપ્સે 64 રનનો ફાળો આપ્યો. ડર્બીશાયર માટે આ પડકાર ખૂબ મોટો હતો, જે તે ઝીલી શક્યું નહીં.