સત્ય. સાહસ. સંકલ્પ.

ધન રાશિ વાર્ષિક રાશિફળ: વિદેશગમનના પ્રબળ યોગ, સ્વાસ્થ્ય અને કોર્ટ-કચેરીમાં સંભાળ; જાન્યુઆરી પછી આર્થિક લાભ

ધન રાશિ વાર્ષિક રાશિફળ: વિદેશગમનના પ્રબળ યોગ, સ્વાસ્થ્ય અને કોર્ટ-કચેરીમાં સંભાળ; જાન્યુઆરી પછી આર્થિક લાભ

10 નવેમ્બર, મંગળવારથી વિક્રમ સંવત 2083 શરૂ થયું છે. આ સંપૂર્ણ વર્ષ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તે જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી વિગતવાર જાણીએ.

નૂતન વર્ષના પૂર્વાર્ધ દરમિયાન ઘરનું વાતાવરણ થોડું શુષ્ક રહી શકે. યાત્રા-પ્રવાસનું આયોજન કરવાથી દાંપત્યજીવન આનંદમય રહી શકશે. જીવનસાથી પરનું નિયંત્રણ ઘટાડો, સ્વતંત્રતા આપો અને તેના બદલાતા માનસિક સ્વભાવની અવગણના પણ ન કરો. પોતાની પ્રતિક્રિયાથી પણ પ્રતિકૂળ હોવા રૂપ ન બનાવવું. અવિવાહિતો માટે યોગ બળવાન નથી તેથી પ્રયત્નો વધારવા.

ધન લગ્નના જે વ્યક્તિઓને ફેફસાં, હૃદય કે ઘૂંટણ સંબંધિત તકલીફ છે, તો રિકવરી બાબતે ધીરજ રાખવી પડશે. જો દશા શુભ ચાલી રહી છે, તો નવા વર્ષમાં આરોગ્ય બાબતે કોઈ મોટી ચિંતા જણાતી નથી. કુંડળીમાં જો ગુરુ નિર્બળ છે અને ગુરુ કે શુક્રની દશા ચાલી રહી છે, તો આંખ, મોં અને ગળાની નાની-મોટી સમસ્યા રહી શકે. નાતાલની રજાઓ અને ત્યાર બાદ એપ્રિલ પછી પ્રવાસ યોગ બળવાન છે.

મૂલ નક્ષત્રમાં જન્મ છે તો મહેનતનું સંપૂર્ણ પરિણામ મળવાની શક્યતા છે, એકાગ્રતા વધારશો તો સફળતા અવશ્ય મળશે. જે વિદ્યાર્થીમિત્રોનું જન્મ લગ્ન ધન છે, રાશિ ગમે તે હોય, તો ઉત્તરાયણ પછી મહેનત વધારવી પડશે. પૂર્વાષાઢા નક્ષત્ર ધરાવતા મિત્રોએ પણ ગંભીર બનીને મન શાંત કરીને એકાગ્રતા વધારવાની સલાહ છે. ધ્યાન, ૐકાર કરીને અભ્યાસ કરવા બેસવું.

નૂતન વર્ષ દરમિયાન ભાગ્યવૃદ્ધિનો યોગ બનશે. જો મૂળ કુંડળી બળવાન હશે અને દશાનો સાથ હશે, તો વ્યવસાયમાં વિતરણ અને નોકરીમાં નવી ઓફર જણાશે. નવાં કાર્યની શરૂઆત માટે પણ નૂતન વર્ષ નવી આશાઓ લઈને આવશે. કારકિર્દીમાં ફેરફાર, સ્થળાંતરનો યોગ પણ બની રહ્યો છે. ખેડૂતમિત્રો માટે વિલંબ પછી સફળતા, વિશેષ કરીને એપ્રિલ/મે પછીનો સમય અનુકૂળ રહેશે.

ભૂમિ-ભવનના સ્થાન પર શનિનું ભ્રમણ મિલકત સંબંધી બાબતોમાં વિલંબ આપી શકે છે. તેથી ધીરજ રાખવાની સલાહ છે. એકાદ વર્ષ પ્રતીક્ષા કરવી જરૂરી છે. શક્ય હોય તો મિલકત સંબંધિત મોટા રોકાણ બાબતનો નિર્ણય મે મહિના સુધી સ્થગિત રાખવાની સલાહ છે. એકાદ વર્ષ પછી ગુરુનું કન્યા રાશિમાં ભ્રમણ સંતોષકારક પરિણામ આપી શકે છે.

કોર્ટ-કચેરીની બાબતો માટે નૂતન વર્ષ ઉદ્વેગ-ઉચાટ અને વિલંબ આપનારું રહી શકે છે. જાણે-અજાણે અપરાધ થયો છે તો સરકારી સહાય મળવાની શક્યતા ઓછી હોવાથી સમાધાન કરી લેવામાં જ શાણપણ છે. ધંધાકીય સ્પર્ધા અને સરકારી નોકરી માટેની પરીક્ષામાં અન્ય વ્યક્તિઓ સાથે લડત રહી શકે. ધીરજ રાખી એકાગ્રતા વધારવાની રણનીતિ અપનાવવી.

આપનો ઉપદેશ સામેની વ્યક્તિને આદેશ લાગે અને તેના કારણે ઘરનું વાતાવરણ તંગ કે શુષ્ક રહી શકે છે. તેથી ગૃહિણીઓએ સંતુલન જાળવવું પડશે. નવા વર્ષ દરમિયાન સમયાંતરે નાના-મોટા પ્રવાસનું આયોજન કરવાથી સ્થિતિ અનુકૂળ બનશે. જો દશા અનુકૂળ ચાલતી હશે, તો આત્મનિર્ભર સ્ત્રીઓ માટે કાર્યક્ષેત્રનો બદલાવ નવી તક ઊભી કરશે.

નૂતન વર્ષના આરંભે વૈચારિક મતભેદ કદાચ રહી શકે, પણ સમય જતાં સંબંધોમાં ફરી સંતુલન દેખાશે. વિશેષ કરીને ધનલગ્નની કુંડળી ધરાવતા મિત્રો માટે 15 જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન પ્રેમ અને લાગણીના સંબંધોને સંતુલિત રાખવાનું થોડું કઠિન સાબિત થશે, પણ એપ્રિલ પછી સંબંધોમાં મધુરતા દેખાશે. બંને પાત્રોએ અગ્નિતત્ત્વનું પ્રમાણ ઘટાડવું પડશે.

જો વીતેલા વર્ષમાં વિદેશ પ્રવાસ સ્થગિત થયો છે, તો હવે સમગ્ર નૂતન વર્ષ દરમિયાન વિઝિટર વિઝા પર વિદેશ હરવા-ફરવા જવા માટેનો બળવાન યોગ ઊભો થઈ રહ્યો છે. આર્થિક રીતે સક્ષમ છો અને તીવ્ર ઈચ્છા છે, તો પ્રયત્નો વધારવાથી પરિણામ મળી શકે છે. જે મિત્રો કાયમી વિદેશ વસવાટ કરવા માગે છે, તો શનિ સ્થળાંતર બાબતે મદદરૂપ બનશે. ઉચ્ચ અભ્યાસ માટે પણ વિદેશ જવાની તક છે.

વર્ષ 2027 દરમિયાન ભગવાન કાર્તિકેયની આરાધના કરવી. કોઈ પણ મંત્ર કે સ્તોત્ર અને દર્શન દ્વારા આશીર્વાદ લેવાં. આ ઉપરાંત, સુદ અને વદ પાંચમના દિવસે શિવાભિષેક કરવો અને આ દિવસે નવનાગ સ્તોત્રનો મહત્તમ પાઠ કરવો. વિશેષ ઉપાય તરીકે હાથી અથવા કોઈ વૃદ્ધ ગરીબને મહિનાના કોઈ પણ એક મંગળવારે કેળાં ખવડાવવાં.

એપ્રિલ સુધી મન શાંત રાખવું, મગજને આરામ આપવો. ઘર અને કાર્યક્ષેત્રમાં સંતુલન જાળવવાથી મનને આરામ મળશે. મે મહિના પછી માનસિક સ્થિતિ બળવાન બનશે.

ડિસેમ્બર સુધી આર્થિક આયોજન યોગ્ય રીતે કરવાની સલાહ છે. જાન્યુઆરી પછી આર્થિક બાબતોમાં સ્પષ્ટતા જણાશે અને મૂળ કુંડળી બળવાન છે, તો આર્થિક લાભ પણ મળશે.

નૂતન વર્ષ દરમિયાન ગુરુનું ભ્રમણ ઉચ્ચ અભ્યાસ, તત્ત્વજ્ઞાન, દર્શનશાસ્ત્ર, જ્યોતિષ, વેદ-ઉપનિષદ, સંસ્કૃત