સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં સાડાસાતીનો પ્રભાવ: મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવા રહેશે તહેવારો?

દિવાળીમાં સાડાસાતીનો પ્રભાવ: મેષ, કુંભ અને મીન રાશિના જાતકો માટે કેવા રહેશે તહેવારો?

તહેવારોની રોનક વચ્ચે દરેક વ્યક્તિ સુખ-સમૃદ્ધિની કામના કરી રહી છે. જ્યોતિષ મુજબ, હાલ શનિ મીન રાશિમાં બિરાજમાન છે, જેના કારણે મેષ, કુંભ અને મીન રાશિ પર શનિની સાડાસાતીના અલગ-અલગ તબક્કા ચાલી રહ્યા છે. આ પ્રભાવ ત્રણેય રાશિઓ પર એકસરખો રહેવાનો નથી; કોઈને આર્થિક રાહત મળી શકે છે, તો કોઈએ સાવચેતી રાખવી પડશે.

મેષ રાશિ (સાડાસાતીનો પહેલો તબક્કો): મેષ રાશિના જાતકો માટે નાણાકીય બાબતોમાં વિચાર્યા વગર પગલાં ભરવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો પહેલા તેના જોખમો સારી રીતે સમજી લેવા જોઈએ. કોઈના કહેવાથી કે ઝડપી નફાની લાલચમાં નાણાં રોકવાથી બચવું. આ સમયગાળામાં ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે.

કુંભ રાશિ (સાડાસાતીનો ઉતરતો તબક્કો): કુંભ રાશિના જાતકો માટે આ ઉતરતી સાડાસાતીનો સમય છે, તેથી તહેવારો વચ્ચે તેમને આર્થિક મોરચે રાહત અને સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળી શકે છે, જ્યારે વેપારીઓને નવા સંપર્કો દ્વારા ફાયદો થઈ શકે છે.

મીન રાશિ (સાડાસાતીનો બીજો તબક્કો): મીન રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને સૌથી કષ્ટદાયક માનવામાં આવે છે. આ રાશિના જાતકોને ધીરજ રાખીને આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. પરિવાર કે અંગત સંબંધોમાં મતભેદ થાય તો ગુસ્સે થવાનું ટાળવું અને વાતચીતથી મામલો ઉકેલવો. મોટું જોખમ ન લેવું તેમજ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને ચાલવું હિતાવહ રહેશે.

નોંધ: આ જ્યોતિષીય માહિતી પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે. તેને વૈજ્ઞાનિક પ્રમાણ નથી.