અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું છે. નદીને સ્વચ્છ રાખવા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વાસણા ડેમ પછીના વિસ્તારમાં ઔદ્યોગિક એકમો ઝેરી રસાયણોવાળું પાણી નદીમાં ઠાલવી રહ્યા છે.
આ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. છતાં પ્રદૂપણ નિયંત્રણ બોર્ડ તરફથી કોઈ કડક પગલાં લેવાયા નથી.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે વાસણા બેરેજથી લઈને ધોળકા સુધીના ખેડૂતો આ જ પ્રદૂષિત પાણીનો ઉપયોગ શાકભાજીના પાક માટે કરી રહ્યા છે. આ શાકભાજી પાછા અમદાવાદના બજારોમાં વેચાય છે, જે લાખો લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
તંત્રની બેદરકારીને કારણે નાગરિકોની સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. આ અંગે વધુ તપાસ અને કાર્યવાહીની જરૂર છે.