સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેનના નીપ્રો રેલવે સ્ટેશન પર રશિયન ડ્રોન હુમલો, 13ના મોત

યુક્રેનના નીપ્રો રેલવે સ્ટેશન પર રશિયન ડ્રોન હુમલો, 13ના મોત

રશિયાએ યુક્રેનના નીપ્રો શહેરમાં રેલવે સ્ટેશન પર ડ્રોન હુમલો કર્યો છે, જેમાં 13 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો એ પ્લેટફોર્મ પર થયો જ્યાં એક સામાન્ય લોકલ ટ્રેન અને એક નિયમિત પેસેન્જર ટ્રેન ઊભી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલાને 'ભયાનક' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી 13 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. હું તેમના પરિવારો અને સ્વજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. દસ અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ જરૂરી ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે કામ કરી રહી છે.

ઝેલેન્સ્કીએ રશિયા પર વધુ પ્રતિબંધો લાદવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રશિયાએ તણાવ ઓછો કરવાના બદલે, કેટલાક રશિયન ઉદ્યોગપતિઓ અને રશિયન ઊર્જા ક્ષેત્ર પરથી પ્રતિબંધો હટાવ્યા પછીથી આપણા લોકો પર કેટલાય આતંકવાદી હુમલા કર્યા છે. આ જ કારણ છે કે યુક્રેન હંમેશા કહેતું આવ્યું છે કે રશિયાની આક્રમકતાના જવાબમાં અમેરિકા અને યુરોપે યોગ્ય અને નિર્ણાયક પગલાં ભરવા જોઈએ. તેમણે યુરોપિયન યુનિયન, અમેરિકા અને G7 દેશોને નવા, વધુ કડક પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે.