નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા માટે સમયસર રોકાણ શરૂ કરવું જરૂરી છે. પરંતુ ઘણા રોકાણકારોને એ જાણવું હોય છે કે તેમનું રોકાણ કેટલા સમયમાં બમણું થશે. આ માટે 'Rule of 70' નામની સરળ ગણતરીનો ઉપયોગ કરી શકાય છે. આ નિયમ રોકાણ પર મળતા વાર્ષિક રિટર્નના આધારે રકમ બમણી થવાનો અંદાજ આપે છે.
શું છે 'Rule of 70'?
આ નિયમ મુજબ, રોકાણની રકમ ડબલ થવાનો સમય જાણવા માટે 70ને વાર્ષિક રિટર્નના ટકાથી ભાગવું પડે છે.
ફોર્મ્યુલા: રોકાણ ડબલ થવાનો સમય = 70 ÷ વાર્ષિક રિટર્ન (%)
ઉદાહરણ તરીકે, જો રોકાણ પર વાર્ષિક 7% રિટર્ન મળે, તો 70 ÷ 7 = 10. એટલે કે, 7% વાર્ષિક રિટર્ન પર રૂપિયા 1 લાખનું રોકાણ 10 વર્ષમાં બમણું થઈને રૂપિયા 2 લાખ થઈ શકે છે. જો વાર્ષિક રિટર્ન 15% હોય, તો 70 ÷ 15 = 4.66. એટલે કે, 15% રિટર્ન પર રૂપિયા 1 લાખ 4.6 વર્ષમાં રૂપિયા 2 લાખ થઈ શકે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કેવી રીતે મદદરૂપ?
આ નિયમ રોકાણકારોને જુદા જુદા રિટર્નની ધારણાઓની સરખામણી કરવામાં મદદ કરે છે. ખાસ કરીને વહેલી ઉંમરે રોકાણ શરૂ કરવાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો લાભ કેટલો મળી શકે તેનો પ્રાથમિક અંદાજ મેળવી શકાય છે.
'Rule of 70'ની મર્યાદા
આ નિયમ ફક્ત અંદાજ માટે છે, કોઈ ગેરંટી નથી. રોકાણ પરનું રિટર્ન હંમેશા એકસરખું ન રહે. મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર, સોનું-ચાંદી જેવા બજાર આધારિત રોકાણમાં વધઘટ થાય છે. મોંઘવારી, ટેક્સ, ખર્ચ, વધારાના રોકાણ કે ઉપાડને કારણે વાસ્તવિક પરિણામ અલગ આવી શકે છે. 'Rule of 72' અને 'Rule of 69' પણ રકમ ડબલ થવાનો અંદાજ મેળવવા માટેના વિકલ્પો છે.
તેથી 'Rule of 70'ને નિવૃત્તિ આયોજનની શરૂઆત માટેનું સરળ સાધન માનવું જોઈએ, સંપૂર્ણ નાણાકીય વ્યૂહરચના નહીં. નિવૃત્તિ માટે યોગ્ય આયોજન કરતી વખતે આવક, ખર્ચ, મોંઘવારી, રોકાણનું વળતર અને નિવૃત્તિ બાદની જીવનશૈલી જેવા તમામ પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.
વાર્ષિક વળતરગણતરીઅંદાજિત બમણો થવાનો સમય5%70/514 વર્ષ6%70/611.66 વર્ષ7%70/710 વર્ષ8%70/88.75 વર્ષ10%70/107 વર્ષ