સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'માં સસરા-જમાઈની ટક્કર, હિતેન કુમાર સાથે ખાસ વાતચીત

ગુજરાતી ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'માં સસરા-જમાઈની ટક્કર, હિતેન કુમાર સાથે ખાસ વાતચીત

ગુજરાતી રોમ-કોમ ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા' ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં હિતેન કુમાર, યુક્તિ રાંદેરિયા અને રવિ ગોહિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા એક અલગ જ ટ્વિસ્ટ સાથે આવી રહી છે, જેમાં સસરા અને જમાઈ વચ્ચેની ટક્કર દર્શાવવામાં આવી છે.

ફિલ્મમાં હિતેન કુમાર શિવ પંડિતનું પાત્ર ભજવે છે, જે તેની દીકરી છવી (યુક્તિ રાંદેરિયા)ને ખૂબ પ્રેમ કરે છે. છવી 'વસ્ત્રાપુરના ખલી' એટલે કે ગુસ્સાવાળા અને ઓસીડીથી પીડાતા રાજવીર (રવિ ગોહિલ)ને પ્રેમ કરે છે, પરંતુ લગ્ન પિતાની મંજૂરી વિના કરવા માંગતી નથી. રાજવીર પણ છવીને ખૂબ પ્રેમ કરે છે અને તેના પિતાને મનાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

ફિલ્મમાં 'રફ એન્ડ ટફ કન્યા' બનવું કેટલું મુશ્કેલ હતું તે વિશે વાત કરતા હિતેન કુમારે કહ્યું, 'મને તો ખૂબ મજા પડી. એક્ટર તરીકે શિવ પંડિતને જીવવાની કમાલની મજા પડી. આખી ફિલ્મ બ્યુટીફુલ રાઇડ છે, જ્યારથી સાંભળી ત્યારથી લઈને દર્શકો સમક્ષ રજૂ કરવાની છે, ત્યાં સુધી આખી સફરમાં મેં ખૂબ મજા માણી છે.'

ફિલ્મમાં શિવ પંડિત દીકરીને બચાવવા ઘણા પ્રયત્નો કરે છે, ત્યારે રિયલ લાઇફમાં હિતેન કુમાર કેવા પિતા છે, કૂલ કે પછી રફ એન્ડ ટફ? તેના પર તેમણે કહ્યું, 'હું શિવ પંડિત જેવો જ મસ્તીખોર છું. લોકોની વચ્ચે મારી એક ઇમેજ ઘણી જુદી છે. લોકોને લાગે છે કે હું ખૂબ ગંભીર માણસ છું, પણ ના...ના... હું એકદમ રમતિયાળ અને જીદ્દી માણસ છું.'

શિવ પંડિત જીદ્દી છે, પણ તેમની સાથે સાથે દીકરી છવી પણ જીદ્દી છે. ફિલ્મમાં છવીની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. એક તરફ પ્રેમાળ પિતા છે, તો બીજી તરફ ગળાડૂબ પ્રેમમાં રહેલો બોયફ્રેન્ડ રાજવીર. આ પાત્ર ભજવવું કેટલું મુશ્કેલ હતું, તેના વિશે વાત કરતા યુક્તિએ કહ્યું, 'મારા માટે આ લોકો આટલું લડી રહ્યા છે, તે જોઈને મેં તો ખૂબ મજા માણી. અને હું તો ઇચ્છું છું કે દરેક છોકરીના જીવનમાં એવું હોય કે તેના પિતા પણ એને એટલો જ પ્રેમ કરે અને તેનો પ્રેમી કે પતિ પણ તેને એટલો જ પ્રેમ કરે. પણ બંને વચ્ચે હું થોડી એ રીતે ફસાઈ ગઈ હતી કે, પપ્પા યાર હા પાડી દે તો સારું, તો હું રાજવીર સાથે લગ્ન કરી શકું. ફિલ્મમાં એ રાજવીરને ખૂબ હેરાન કરે છે. છેલ્લે એ જ જોવાનું છે કે પપ્પા માને છે કે કેમ?'

છવીને મેળવવા માટે રાજવીર ખૂબ પ્રયત્નો કરે છે, પણ શું ખરેખર રિયલ લાઇફમાં રવિ કોઈ છોકરી માટે આટલા પ્રયત્નો કરશે? તેનો જવાબ આપતા રવિએ કહ્યું, 'રાજવીરનું પાત્ર ખૂબ રસપ્રદ અને સુંદર છે કે જે છોકરીના પિતાને મનાવી રહ્યો છે. એ આજની વાત છે, રિલેટેબલ વાત છે. કદાચ હું કોઈ છોકરીને ખૂબ પ્રેમ કરતો હોઈશ અને એના પપ્પા ના પાડશે, તો હું તેને આ રીતે જ મનાવીશ અને રાજવીર જ બની જઈશ.'

ફિલ્મમાં રાજવીર માટે શિવ પંડિતે આકરી શરત મૂકી છે, તે તેને 30 દિવસ સાથે રહેવાની ચેલેન્જ આપે છે. જો રિયલ લાઇફમાં 30 દિવસ માટે સ્માર્ટફોન કે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની ચેલેન્જ મળે તો તેને કેવી રીતે સંભાળશો? એવું પૂછતાં રવિએ કહ્યું, 'ચેલેન્જ સ્વીકારીએ તો ખરાં, પણ સામે શું મળી રહ્યું છે એ પણ જાણવું જરૂરી છે. ફિલ્મમાં છવી માટે, છવીના પ્રેમ માટે અમે સ્વીકાર્યું, મારી ફેમિલીએ સ્વીકાર્યું. એટલે ચેલેન્જ પૂરી કર્યાં પછી શું મેળવી રહ્યા છીએ એ અગત્યનું છે.'

રવિની વાતને સમર્થન આપતા હિતેન કુમારે રમુજી અંદાજમાં કહ્યું કે, 'અરે શિવ પંડિતે એક શરત મૂકવાની રહી ગઈ કે, એક મહિના સુધી સ્માર્ટફોન કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો નહીં. તો રાજવીર લેન્ડલાઇન ફોન લઈને ફરતો હોત.'

ફિલ્મમાં હિતેન કુમાર ઉપરાંત ફિરોઝ ઇરાની અને રાગી જાની જેવા સિનિયર કલાકારો છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો, તેના વિશે વાત કરતા રવિએ કહ્યું, 'રાગી સર, હિતેન સર, ફિરોઝ સર...'