ભારતીય ક્રિકેટ ટીમના બે અનુભવી ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027ના વનડે વર્લ્ડકપમાં રમશે કે નહીં, તે અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે BCCI પ્રમુખ મિથુન મન્હાસે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પસંદગીમાં ઉંમર મુખ્ય મુદ્દો નથી, પરંતુ ખેલાડીની ફિટનેસ અને ફોર્મ જ નિર્ણાયક પરિબળ હશે.
મન્હાસે કહ્યું, “2027ના વર્લ્ડકપ માટે પસંદગીમાં ઉંમર કોઈ મોટો વિષય નથી. આ બંને ખેલાડીઓનું ભવિષ્ય માત્ર બે બાબતો પર નિર્ભર છે – ફિટનેસ અને પ્રદર્શન.” તેમણે વધુમાં જણાવ્યું કે, “જો કોઈ ખેલાડી સંપૂર્ણ ફિટ હોય, સારું પ્રદર્શન કરતો હોય અને દેશને મેચ જીતાડતો હોય, તો તેનાથી મોટો કોઈ માપદંડ હોઈ શકે નહીં.”
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે અને હાલ ફક્ત વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. 2023ના વર્લ્ડકપમાં રોહિતની કૅપ્ટનશીપ હેઠળ ભારત ફાઇનલ સુધી પહોંચ્યું હતું. આગામી વનડે વર્લ્ડકપ 2027ના ઑક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાવાનો છે.
બોર્ડ પ્રમુખના મતે, શુભમન ગિલ પાસે ભારત અને IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે કૅપ્ટનશીપનો અનુભવ છે. જ્યારે ગિલ ટીમની આગેવાની કરશે ત્યારે વિરાટ, રોહિત અને હાર્દિક જેવા અનુભવી ખેલાડીઓની હાજરી તેમને મદદરૂપ થશે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ વાઇસ-કૅપ્ટનશીપ અને બોલિંગ યુનિટની જવાબદારી સંભાળીને કૅપ્ટનનો બોજ હળવો કરી શકે છે.
ન્યુઝીલૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. T20 શ્રેણી બાદ ભારત 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ટેસ્ટ ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. પ્રથમ 3 વનડે માટે ગિલ કૅપ્ટન અને શ્રેયસ અય્યર વાઇસ કૅપ્ટન રહેશે, જ્યારે છેલ્લી 2 વનડેમાં શ્રેયસ અય્યર કૅપ્ટન અને ઈશાન કિશન વાઇસ કૅપ્ટન હશે. ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેનો સમાવેશ કરાયો છે.
ટેસ્ટ સ્ક્વોડ: શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઇસ કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
પ્રથમ 3 વનડે સ્ક્વોડ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ.
4થી અને 5મી વનડે સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઇસ કૅપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિ...