દિલ્હીની રોહિણી જેલમાં રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. કેટલાક કેદીઓએ તીક્ષ્ણ હથિયારોથી એક કાચા કામના કેદી પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા કેદીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
જેલ પ્રશાસને આ ઘટનાને ગેંગવોર ગણાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ આંતરિક તપાસ શરૂ કરી છે. હુમલામાં સંડોવાયેલા કેદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક કેદી આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં બંધ હતો.
આ ઘટનાથી જેલ પરિસરમાં તણાવ ફેલાયો હતો. જેલ સ્ટાફે તરત જ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.