સત્ય. સાહસ. સંકલ્પ.

રોડીઝ રિબર્થ 16 ઓક્ટોબરથી નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર, નવા ફોર્મેટમાં 6 ગેંગ લીડર્સ

રોડીઝ રિબર્થ 16 ઓક્ટોબરથી નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર, નવા ફોર્મેટમાં 6 ગેંગ લીડર્સ

રિયાલિટી શો રોડીઝની નવી સીઝન 'રોડીઝ રિબર્થ' 16 ઓક્ટોબરથી નેટફ્લિક્સ અને જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ પહેલી વખત છે જ્યારે શોની સીઝન ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ રહી છે. ચાહકો આ શો શુક્રવાર અને શનિવારની સાંજે 7 કલાકે જોઈ શકશે.

આ સીઝનમાં રણવિજય સિંહ ફરી હોસ્ટ તરીકે જોવા મળશે. તેમનું આ ફ્રેન્ચાઈઝી સાથેનું જોડાણ વર્ષો જૂનું છે અને ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે. નવી સીઝનમાં સ્પર્ધકોને ફિઝિકલ ચેલેન્જ, કોમ્પિટિશન, એડવેન્ચર અને રિયાલિટી શોના ડ્રામાનો અનુભવ મળશે.

આ વખતે શોનું ફોર્મેટ 'OGs v/s NewGs' પર આધારિત છે. પહેલી વખત 6 ગેંગ લીડર્સ શોનો ભાગ બનશે, પરંતુ તેઓ 6 અલગ ગેંગને લીડ કરશે નહીં. તેમને બે ગ્રુપમાં રાખવામાં આવશે. OGs ટીમમાં નિખિલ ચિનપ્પા, નેહા ધૂપિયા અને પ્રિન્સ નરુલા સામેલ છે, જ્યારે NewGs ટીમમાં અભિષેક મલ્હાન, બાની જે અને બસીર અલી છે.

ઉલ્લેખનીય છે કે, ગત સીઝન એલ્વિશ યાદવની ટીમના કુશલ તંવર અને ગુલ્લુએ જીતી હતી.