સત્ય. સાહસ. સંકલ્પ.

રીતિ તિવારી: સંગીત, બિઝનેસ અને 'બિગ બોસ 20' સુધીનો પ્રવાસ, જાણો પરિવારમાં કોણ કોણ છે

રીતિ તિવારી: સંગીત, બિઝનેસ અને 'બિગ બોસ 20' સુધીનો પ્રવાસ, જાણો પરિવારમાં કોણ કોણ છે

રીતિ તિવારી, જે ફેમસ ભોજપુરી અભિનેતા, ગાયક અને ભાજપના નેતા મનોજ તિવારીની મોટી દીકરી છે, તે હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 20'માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. શોમાં તેની એન્ટ્રી સાથે એક નવો ચહેરો જોડાયો છે, જે સંગીત, વ્યવસાય અને રાજકારણના અનુભવ સાથે હવે રિયાલિટી ટીવીની દુનિયામાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

રીતિ તિવારી મનોજ તિવારીની પ્રથમ પત્ની રાની તિવારીની દીકરી છે. માતા-પિતાના છૂટાછેડા બાદ તે તેની માતા સાથે રહે છે. તેનો જન્મ 23 જૂન 2001ના રોજ મુંબઈમાં થયો હતો અને તેણે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

રીતિ એક ગાયિકા, ગીતકાર, સંગીત કંપોઝર અને ઉદ્યોગસાહસિક છે. તેણે ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે અને તે ગિટાર પણ વગાડે છે. તે 'રિતુ સ્પોર્ટસ'ની ડાયરેક્ટર અને કો-ફાઉન્ડર પણ છે. બાળપણથી જ તેને લેખન, સંગીત અને કલામાં રસ હતો, અને સમય જતાં સામાજિક કાર્ય તથા ઉદ્યોગસાહસિકતામાં પણ રસ વધ્યો. આમ તેની કારકિર્દી ફક્ત મનોરંજન જગત સુધી મર્યાદિત ન રહી, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ફેલાઈ છે.

સંગીતના ક્ષેત્રમાં તેણે ઓરિજિનલ ગીતો ઉપરાંત કવર સોન્ગ્સ પર પણ કામ કર્યું છે. શરૂઆતમાં તેને 2020માં પલક મુચ્છલના ભાઈ પલાશ મુચ્છલ સાથે 'ચલે આઓ' ગીત ગાયું હતું, જેમાં ચાર્લી ચૌહાણ અને નંદિશ સંધુ પણ જોવા મળ્યા હતા. ડિસેમ્બર 2025માં તેણે 'જુઠ્ઠી બેબી' નામનું સિન્થ-પોપ ટ્રેક રિલીઝ કર્યું, જે તેણે જાતે લખ્યું, ગાયું અને કંપોઝ કર્યું હતું. આ કામ પરથી સ્પષ્ટ થાય છે કે તે પિતાની ઓળખથી અલગ, સંગીત ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.

સંગીત ઉપરાંત રાજકારણમાં પણ રીતિનું જોડાણ રહ્યું છે. 22 વર્ષની ઉંમરે તે પિતાના રાજકીય માર્ગ પર ચાલીને ભાજપની સદસ્ય બની હતી.

રીતિની કુલ સંપત્તિ કે કમાણી વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. જોકે તે ખૂબ લક્ઝરી લાઇફ જીવે છે, જેની એક ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. વિવિધ વિદેશી સ્થળોએ મુસાફરી કરતી વખતના તેના ફોટા અને ગીતોના વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.