સત્ય. સાહસ. સંકલ્પ.

ઈરાની કપ: રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 31મી વખત ટ્રોફી જીતી, જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું

ઈરાની કપ: રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 31મી વખત ટ્રોફી જીતી, જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું

શ્રીનગરમાં રમાયેલી ઈરાની કપ ક્રિકેટ મેચમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવીને 31મી વખત ખિતાબ જીત્યો છે. આ મેચ 1થી 5 ઓક્ટોબર સુધી ચાલી હતી.

રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 237 રન બનાવ્યા હતા. જવાબમાં જમ્મુ-કાશ્મીરે 278 રન કરીને 41 રનની લીડ લીધી હતી. પારસ ડોગરાએ 75, લોન નાસિરે 64 અને અબ્દુલ સમદે 57 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગ્સમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 319 રન બનાવ્યા. રવિચંદ્રન સ્મરણે 153 બોલમાં 135 રનની શાનદાર સદી ફટકારી, જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. સનત સાંગવાને 55 અને સુધિપ કુમાર ઘરામીએ 33 રન બનાવ્યા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જમ્મુ-કાશ્મીરની ટીમ 28.4 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કામરાન ઇકબાલે 32 અને શુભમ ખજુરિયાએ 36 રન બનાવ્યા, પણ બીજા બેટ્સમેન ટકી શક્યા નહીં.

રેસ્ટ ઓફ ઈન્ડિયાના ઝડપી બોલર મુકેશ કુમારે 10.4 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપી. આકાશ દીપે 3 અને મુકેશ ચૌધરીએ 1 વિકેટ લીધી.

ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સૌથી સફળ ટીમ છે. તેણે 63 વખત ભાગ લીધો છે અને 31 વખત ખિતાબ જીત્યો છે. 15 ખિતાબ સાથે મુંબઈ બીજા સ્થાને છે.