સત્ય. સાહસ. સંકલ્પ.

રેનો ટ્રાઇબર ટર્બો લોન્ચ: 21 કિમી માઇલેજ, 7 સીટર, કિંમત ₹7.84 લાખથી શરૂ

રેનો ટ્રાઇબર ટર્બો લોન્ચ: 21 કિમી માઇલેજ, 7 સીટર, કિંમત ₹7.84 લાખથી શરૂ

રેનોએ તેની લોકપ્રિય 7-સીટર કાર ટ્રાઇબરમાં ટર્બો એન્જિનનો વિકલ્પ ઉમેર્યો છે. અત્યાર સુધી ગ્રાહકોની ફરિયાદ હતી કે ટ્રાઇબર 7 સીટર હોવા છતાં તેનું એન્જિન નબળું લાગે છે. નવા 1.0 લિટર 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આ કાર હવે 100 પીએસ પાવર અને 180 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપનીનો દાવો છે કે તેની માઇલેજ 21 કિમી પ્રતિ લિટર છે.

ટ્રાઇબર સેગમેન્ટની સૌથી સસ્તી 7-સીટર MPV છે. તે 4 મીટરથી ઓછી લંબાઇમાં ફ્લેક્સિબલ સીટિંગ અને સારી જગ્યા આપે છે. નવા ટર્બો એન્જિન સાથે હાઇવે પર અને પૂરા લોડમાં પણ સારું પ્રદર્શન મળે તેવી ધારણા છે. રેનોએ આ કાર નવા RGEP પ્લેટફોર્મ પર બનાવી છે. તેનાથી બોડી મજબૂત થઈ છે, પણ વજન લગભગ 80 કિલો વધ્યું છે. કંપનીનો દાવો છે કે આ ભારતની સૌથી વધુ ઇંધણ બચત કરતી પેટ્રોલ 7-સીટર કાર છે. બુકિંગ શરૂ થઈ ગયું છે અને ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે.

ટર્બો એન્જિનવાળા વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ):

ઇવોલ્યુશન ટર્બો MT – ₹7.84 લાખ

ટેક્નો ટર્બો MT – ₹8.53 લાખ

ઇમોશન ટર્બો MT – ₹8.99 લાખ

બેઝ ઓથેન્ટિક વેરિઅન્ટમાં ટર્બો વિકલ્પ નથી. ટર્બો ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે મળે છે. AMT વિકલ્પ હાલમાં ફક્ત નેચરલી એસ્પિરેટેડ ઇમોશન વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે.

ટ્રાઇબરનો ફેસલિફ્ટેડ લૂક પહેલા જેવો જ છે. તેમાં કોઈ બદલાવ થયો નથી. આગળ શાર્પ હેડલાઇટ્સ, સિલ્વર સ્કિડ પ્લેટ્સ અને SUV-સ્ટાઇલ બમ્પર છે. બાજુમાં રૂફ રેલ્સ અને પાછળ LED ટેલલેમ્પ્સ મળે છે. અંદર 7-સીટર મોડ્યુલર કેબિન છે. બીજી અને ત્રીજી હરોળની સીટોને સરળતાથી ફોલ્ડ, સ્લાઇડ અને કાઢી શકાય છે. બૂટ સ્પેસ 84 લિટરથી વધીને 625 લિટર થાય છે.

ફીચર્સમાં 8-ઇંચ ટચસ્ક્રીન, વાયર્ડ/વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, પાછળની એસી વેન્ટ્સ, ડ્રાઇવર સીટ હાઇટ એડજસ્ટમેન્ટ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ (ટોપ વેરિઅન્ટમાં) મળે છે. સેફ્ટીમાં 6 એરબેગ્સ, ઈએસપી, ટીપીએમએસ, હિલ-હોલ્ડ અસિસ્ટ, એબીએસ અને પાર્કિંગ સેન્સર સ્ટાન્ડર્ડ છે.

નવા સસ્પેન્શન, એન્ટિ-રોલ બાર્સ અને બ્રેક્સથી ડ્રાઇવિંગમાં સુધારો થયો હોવાનો કંપનીનો દાવો છે. આ ફેરફારો ટ્રાઇબરને પરિવારો માટે વધુ આકર્ષક બનાવે છે.