સત્ય. સાહસ. સંકલ્પ.

ફેક્ટ ચેક: નવી ₹1,000ની નોટ અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલો દાવો ખોટો, PIBએ કર્યો ઇનકાર

ફેક્ટ ચેક: નવી ₹1,000ની નોટ અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલો દાવો ખોટો, PIBએ કર્યો ઇનકાર

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવી ₹1,000ની નોટ બહાર પાડી છે અથવા તેને બજારમાં લાવવાની તૈયારીમાં છે. આ દાવો WhatsApp, Instagram અને X (અગાઉનું Twitter) પર વીડિયો અને સંદેશાના રૂપમાં ફેલાઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં મૂંઝવણ સર્જાઈ છે.

જો તમને પણ આવો કોઈ સંદેશ કે વીડિયો મળ્યો હોય, તો સાવચેત રહેવાની જરૂર છે. સરકારની સત્તાવાર ફેક્ટ-ચેકિંગ એજન્સી, ‘PIB ફેક્ટ ચેક’ (PIB Fact Check) એ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ-ચેક ટીમે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક એલર્ટ જારી કરીને જણાવ્યું છે કે આ દાવો ખોટો છે. RBI એ નવી ₹1,000ની નોટ બહાર પાડવા અંગે કોઈ જાહેરાત કરી નથી. PIBએ લોકોને અપીલ કરી છે કે તેઓ માહિતી સત્તાવાર સ્રોતો દ્વારા ચકાસે અને અપ્રમાણિત દાવાઓ શેર ન કરે.

કેન્દ્ર સરકાર સંબંધિત શંકાસ્પદ સામગ્રી મળે તો તેને PIB ફેક્ટ ચેકને જાણ કરી શકાય છે. તેમનો સંપર્ક નંબર +91 8799711259 અને ઈમેલ factcheck@pib.gov.in છે.