2026-27 રણજી ટ્રોફી સીઝન માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. જયદેવ ઉનડકટ ટીમના કેપ્ટન રહેશે.
સૌરાષ્ટ્ર તેની પ્રથમ મેચ છત્તીસગઢ સામે રમશે. આ મેચ જાડેજા માટે મહત્વની છે કારણ કે આવતા મહિને ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 19 થી 23 નવેમ્બર દરમિયાન અને બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન ક્રાઇસ્ટચર્ચમાં યોજાશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી બાદ જાડેજાને 16 સભ્યોની સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરાયો છે. ટીમમાં જયદેવ ઉનડકટ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, જય ગોહિલ, ચેતન સાકરીયા, અંકુર પંવાર, સમર ગજ્જર, પાર્થ ભૂત, વિશ્વરાજસિંહ જાડેજા, હેત્વિક કોટક, નીલ પંડ્યા, અર્થ યાદવ અને તરંગ ગોહેલનો સમાવેશ થાય છે.