આઈસીસી દ્વારા જાહેર કરાયેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માટે મોટો ફેરફાર થયો છે. 37 વર્ષીય જાડેજા છેલ્લા ચાર વર્ષથી વિશ્વના નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર હતા, પરંતુ હવે તેમને આ સ્થાન ગુમાવવું પડ્યું છે. તેઓ 422 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી ગયા છે.
સાઉથ આફ્રિકાના માર્કો યાનસેન 451 રેટિંગ સાથે નવા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યા છે. યાનસેનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. તેમણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે.
માર્કો યાનસેન માત્ર ઓલરાઉન્ડર કેટેગરીમાં જ નહીં, પરંતુ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં પણ નંબર-1 બન્યા છે. તેમણે પ્રથમ વખત એકસાથે બોલિંગ અને ઓલરાઉન્ડર બંનેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.