અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. તે આ ફોર્મેટમાં 200 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો છે. આ સિદ્ધિ તેમણે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં મેળવી હતી, જેમાં અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને 19 રનથી હરાવ્યું હતું.
ઝિમ્બાબ્વે સામે 222 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. રાશિદ ખાનને આ મેચમાં 200 વિકેટ પૂરી કરવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી. તેમણે તાદિવાનાશે મરુમાને આઉટ કરીને પોતાની 200મી વિકેટ લીધી. રાશિદે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. બેટિંગમાં પણ તેમણે 6 બોલમાં 25 રન ફટકાર્યા હતા.
રાશિદ ખાને T20 કારકિર્દીની 120મી મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. આ દરમિયાન તેમણે બે વાર 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઇંગ્લેન્ડના આદિલ રશીદ બીજા સ્થાને છે, જેમણે 153 મેચમાં 171 વિકેટ લીધી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વના માત્ર 8 બોલર T20 ઇન્ટરનેશનલમાં 150 કે તેથી વધુ વિકેટ લઈ શક્યા છે.