સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા અમદાવાદ પહોંચ્યા, આજે મહત્વની બેઠક

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રણદીપ સુરજેવાલા અમદાવાદ પહોંચ્યા, આજે મહત્વની બેઠક

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના પ્રદેશ પ્રભારી પદેથી મુકુલ વાસનિકને હટાવીને રણદીપ સુરજેવાલાને જવાબદારી સોંપી છે. આ પગલા સાથે ભાજપ પછી કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રભારી બદલ્યા છે.

નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલા આજે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસમાં નવો જીવ ફૂંકવા માટે હાઈકમાન્ડે તેમને આ જવાબદારી સોંપી છે.

ગુજરાત આગમન બાદ તેઓ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પક્ષના મુખ્ય નેતાઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને તમામ મોરચા-સેલના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા-વિચારણા કરશે.

આ ઉપરાંત બેઠકમાં પક્ષના અલગ-અલગ વિભાગોના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો અને પાયાના કાર્યકરો પાસેથી પ્રદેશ સંગઠનની વાસ્તવિક સ્થિતિ અને લોકપ્રશ્નો અંગે ગ્રાઉન્ડ ફીડબેક મેળવવામાં આવશે.