સત્ય. સાહસ. સંકલ્પ.

રણબીરની 'રામાયણ' 3 દિવસમાં 375 કરોડ: બોક્સ ઓફિસ પર ધમાકો

રણબીરની 'રામાયણ' 3 દિવસમાં 375 કરોડ: બોક્સ ઓફિસ પર ધમાકો

રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'રામાયણ'ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને ત્રણ દિવસ પૂરા થયા છે અને ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર દેખાવ કર્યો છે. નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મે ત્રીજા દિવસ સુધીમાં ભારતમાં 182.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે વિશ્વભરમાં કુલ 375.50 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.

સિન્કલિક (Sacnilk)ના અહેવાલ મુજબ, ત્રીજા દિવસે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 69.80 કરોડ રૂપિયા કમાયા. તે દિવસે ફિલ્મના 23,696 શો યોજાયા હતા અને ઓક્યુપન્સી 41.3% રહી હતી. ભારતીય ગ્રોસ કલેક્શન 218.25 કરોડ રૂપિયા નોંધાયું છે.

ભાષા પ્રમાણે કમાણી જોઈએ તો હિન્દી આવૃત્તિએ 53 કરોડ, કન્નડમાં 6.30 કરોડ, તેલુગુમાં 6 કરોડ, તમિલમાં 2.50 કરોડ અને મલયાલમમાં 2 કરોડ રૂપિયા કમાયા છે.

ફિલ્મમાં રણબીર કપૂરે ભગવાન રામની ભૂમિકા નિભાવી છે. સાઈ પલ્લવી સીતા અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં જોવા મળે છે, જ્યારે યશ રાવણની ભૂમિકામાં છે. આ ઉપરાંત લારા દત્તા, અરુણ ગોવિલ, શીબા ચઢ્ઢા, ઇન્દિરા કૃષ્ણન, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને સૌરભ સચદેવા જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

સોશિયલ મીડિયા પર દર્શકો ફિલ્મના કલાકારોના અભિનય અને વાર્તાની પ્રશંસા કરી રહ્યા છે. ખાસ કરીને રણબીર કપૂરના રામના પાત્રને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.