સત્ય. સાહસ. સંકલ્પ.

રણબીર કપૂરે પુણેનું 6,094 ચોરસ ફૂટનું ફ્લેટ ભાડે આપ્યું, ત્રણ વર્ષમાં 1.75 કરોડની આવક

રણબીર કપૂરે પુણેનું 6,094 ચોરસ ફૂટનું ફ્લેટ ભાડે આપ્યું, ત્રણ વર્ષમાં 1.75 કરોડની આવક

બોલિવુડ અભિનેતા રણબીર કપૂરે પુણેમાં પોતાનું લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ કરાર ત્રણ વર્ષ માટે છે અને તેમાં કુલ 1.75 કરોડ રૂપિયા ભાડું મળશે.

દસ્તાવેજો પ્રમાણે આ એપાર્ટમેન્ટ પુણેના યરવડા વિસ્તારમાં કલ્યાણી નગર ખાતે આવેલું છે. તેનો 'લીવ એન્ડ લાઇસન્સ' કરાર 6 ઓક્ટોબર, 2026ના રોજ નોંધાયો હતો. એપાર્ટમેન્ટ 20 સપ્ટેમ્બર, 2026થી 19 સપ્ટેમ્બર, 2029 સુધી ભાડે આપવામાં આવ્યું છે.

આ એપાર્ટમેન્ટ આશરે 6,094 ચોરસ ફૂટનું છે અને તેમાં ત્રણ કવર્ડ કાર પાર્કિંગની જગ્યા છે. શરૂઆતનું માસિક ભાડું 4,63,050 રૂપિયા નક્કી થયું છે, જે દર વર્ષે 5 ટકા વધશે.

આ ગણતરી પ્રમાણે બીજા વર્ષે માસિક ભાડું આશરે 4.86 લાખ રૂપિયા અને ત્રીજા વર્ષે આશરે 5.11 લાખ રૂપિયા થશે. 36 મહિનામાં કુલ 1.75 કરોડ રૂપિયા ભાડું ચૂકવાશે.

ભાડૂઆતે રણબીર કપૂરને 27.78 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ આપી છે, જે શરૂઆતના છ મહિનાના ભાડા જેટલી છે. રિપોર્ટ મુજબ રણબીર કપૂરે આ એપાર્ટમેન્ટ 2015માં 11 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.