સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણ પાર્ટ 1 ની રિલીઝ ડેટ જાહેર: 5 નવેમ્બરે સિનેમાઘરોમાં, દશેરાથી એડવાન્સ બુકિંગ

રામાયણ પાર્ટ 1 ની રિલીઝ ડેટ જાહેર: 5 નવેમ્બરે સિનેમાઘરોમાં, દશેરાથી એડવાન્સ બુકિંગ

રણબીર કપૂરની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ ની રિલીઝ ડેટની અટકળો પર વિરામ લાગ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ફિલ્મ 5 નવેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

છેલ્લા કેટલાક સમયથી ચાલતી ચર્ચાઓમાં ક્યારેક 8 નવેમ્બર, તો ક્યારેક 6 નવેમ્બરની તારીખની વાત થતી હતી. પરંતુ હવે મેકર્સે પોતે જ 5 નવેમ્બરની તારીખની પુષ્ટિ કરી દીધી છે. નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 4000 કરોડના ખર્ચે બની છે, જે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં ગણાય છે.

11 ઓક્ટોબરે નવરાત્રીના અવસર પર ‘રામાયણ’ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી એક નવું પોસ્ટર શેર કરવામાં આવ્યું. આ પોસ્ટરમાં ભગવાન રામના રોલમાં રણબીર કપૂર, માતા સીતાના કિરદારમાં સાઈ પલ્લવી, લક્ષ્મણના કેરેક્ટરમાં રવિ દુબે અને રાવણની ભૂમિકામાં યશ જોવા મળી રહ્યા છે. પોસ્ટર સાથે જણાવાયું કે દશેરા (20 ઓક્ટોબર)થી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થશે. રિલીઝના લગભગ 15 દિવસ પહેલા બુકિંગ ખૂલી જશે.

પોસ્ટર શેર કરતા મેકર્સે લખ્યું, “નવરાત્રીના શુભ અવસર પર અમે એક નવા યુગની શરૂઆતની ઉજવણી કરી રહ્યા છીએ. આ રામના યુગનો આરંભ છે. નમિત મલ્હોત્રાની ‘રામાયણ પાર્ટ 1’ 5 નવેમ્બરથી દુનિયાભરના સિનેમાઘરોમાં, તમામ પ્રીમિયમ ફોર્મેટમાં રિલીઝ થશે. દશેરાથી એડવાન્સ બુકિંગ શરૂ થશે.”

આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, રવિ દુબે અને યશ ઉપરાંત અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલપ્રીત સિંહ, સની દેઓલ સહિત અનેક જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.