બોલિવૂડની ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના મેકર્સે દર્શકોને ચેતવણી આપી છે કે થિયેટરની અંદર ફિલ્મના દૃશ્યોનું રેકોર્ડિંગ કરવું અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવું કાયદેસર નથી. આવું કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
રણબીર કપૂર અને યશ અભિનીત આ ફિલ્મના નિર્માતાઓએ તેમના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટિસ શેર કરી છે. તેમાં જણાવાયું છે કે ટીમને જાણ થઈ છે કે કેટલાક લોકો સિનેમાઘરોમાં ફિલ્મનું અનધિકૃત રેકોર્ડિંગ કરી રહ્યા છે અને તે વીડિયો સોશિયલ મીડિયા તથા મેસેજિંગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.
આ પહેલાં પણ ફિલ્મના ટ્રેલર અને કેટલાક ફૂટેજ લીક થવાના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે મેકર્સે કન્ટેન્ટની સુરક્ષા માટે પગલાં લીધાં હતાં. હાલમાં બોમ્બે હાઈકોર્ટે પણ ફિલ્મના ક્લિપ્સના રેકોર્ડિંગ, અપલોડિંગ અને શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચેતવણી એ પછી આવી છે.