સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણને રિલીઝ પહેલા 11 કરોડની કમાણી, 2 લાખ ટિકિટ બુક

રામાયણને રિલીઝ પહેલા 11 કરોડની કમાણી, 2 લાખ ટિકિટ બુક

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણ'નો પહેલો ભાગ 5 નવેમ્બરે રિલીઝ થશે. રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને સની દેઓલ જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મમાં દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિલીઝના 15 દિવસ પહેલા જ નિર્માતાઓએ એડવાન્સ બુકિંગ શરૂ કર્યું હતું. હજુ ફિલ્મ રિલીઝ થવામાં 10 દિવસ બાકી છે ત્યારે જ ભારતમાં ફિલ્મે 11 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પાંચ દિવસમાં એડવાન્સ બુકિંગમાં 2 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.

સૈકનિલ્કના આંકડા મુજબ, રામાયણના પહેલા દિવસના શો માટે 11.44 કરોડ રૂપિયાની એડવાન્સ ટિકિટ બુક થઈ છે. સૌથી વધુ બુકિંગ એનસીઆરમાં થયું છે, જ્યાં 2.31 કરોડ રૂપિયાની ટિકિટ બુક થઈ છે. બ્લોક સાથે 2.08 લાખ ટિકિટ અને બ્લોક સીટ વગર 1.65 લાખ રૂપિયાની ટિકિટ બુક થઈ છે.

વિદેશમાં પણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ સારું ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પહેલા દિવસ માટે 2 મિલિયનથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ઉત્તર અમેરિકામાં 7,50,000 ડોલરનું બુકિંગ થયું છે, જેમાં ફક્ત પ્રીમિયર શો માટે 5.5 લાખ ડોલરની ટિકિટ વેચાઈ છે. યુકેમાં 90 હજાર ડોલરથી વધુ અને ઓસ્ટ્રેલિયામાં 60 હજાર ડોલરથી વધુની ટિકિટ વેચાઈ છે. વિશ્વભરમાં પહેલા દિવસ માટે 2 મિલિયન (અંદાજે રૂ. 19 કરોડ)થી વધુનું એડવાન્સ બુકિંગ ફિલ્મ માટે મજબૂત શરૂઆત માનવામાં આવે છે.

ફિલ્મમાં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન, રવિ દુબે લક્ષ્મણ, અરુણ ગોવિલ દશરથ, લારા દત્તા કૈકેયી, વિવેક ઓબેરોય વિદ્યુતજીહ્વ, કુણાલ કપૂર ઇન્દ્ર, શીબા ચઢ્ઢા મંથરા, કાજલ અગ્રવાલ મંદોદરી, ઇન્દિરા કૃષ્ણન કૌશલ્યા, રકુલ પ્રીત સિંહ શૂર્પનખા અને અનુપમ ખેર જટાયુને અવાજ આપશે.