સત્ય. સાહસ. સંકલ્પ.

રામાયણ 3 બનશે? રણબીર કપૂરના સંકેતથી ચર્ચા તેજ

રામાયણ 3 બનશે? રણબીર કપૂરના સંકેતથી ચર્ચા તેજ

રણબીર કપૂર અભિનિત ફિલ્મ 'રામાયણ' આગામી 5 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચર્ચા એટલી તેજ છે કે તેનો ત્રીજો ભાગ પણ બની શકે છે. તાજેતરમાં ફિલ્મના નિર્માતા નામિત મલ્હોત્રાએ લોસ એન્જલસમાં યોજાયેલા પ્રીમિયરમાં જણાવ્યું કે શરૂઆતમાં આ મહાકાવ્યને ત્રણ ભાગમાં બનાવવાની યોજના હતી, પરંતુ પછી તેને બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો.

નામિત મલ્હોત્રાએ વધુમાં કહ્યું કે ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે અને દર્શકોનો પ્રતિસાદ મળ્યા બાદ જો જરૂર પડે તો વાર્તામાં ફેરફાર કરી શકાય છે. તેમના આ નિવેદન પછી ત્રીજા ભાગની શક્યતાઓ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે, જોકે હજુ સુધી 'રામાયણ પાર્ટ 3' અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

દરમિયાન, રણબીર કપૂરે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરતાં જણાવ્યું કે તે 'રામાયણ'ના બીજા ભાગનું લગભગ 50 ટકા શૂટિંગ પૂરું કરી ચૂક્યો છે. તેણે કહ્યું, 'જો ફિલ્મનો ત્રીજો હિસ્સો બને છે તો...' આ શબ્દોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને યશની પ્રતિક્રિયા પર પણ ચાહકો નજર રાખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ માની રહ્યા છે કે રણબીરની આ ટિપ્પણી ફિલ્મના આગળના વિસ્તરણ તરફ ઈશારો કરે છે.

ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં અને યશ રાવણના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ અને IMAX ફોર્મેટમાં રિલીઝ થશે.