સત્ય. સાહસ. સંકલ્પ.

રાજ્યસભા પેટાચૂંટણી 12 નવેમ્બરે, મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો

રાજ્યસભા પેટાચૂંટણી 12 નવેમ્બરે, મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો

કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનના રાજીનામા બાદ મધ્ય પ્રદેશની રાજ્યસભા બેઠક ખાલી પડી છે. ભારતના ચૂંટણી પંચે આ બેઠક માટે 12 નવેમ્બરે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. 26 ઓક્ટોબરથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. મુરુગને તમિલનાડુમાં પક્ષને મજબૂત કરવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

એલ. મુરુગન 2021થી મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા અને 2024માં ફરી ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 2030 સુધી હતો. પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, તેમણે વડાપ્રધાનને મંત્રી પરિષદ અને રાજ્યસભાના સભ્યપદેથી મુક્ત કરવા વિનંતી કરી છે, કારણ કે તેઓ તમિલનાડુ જઈને પક્ષને મજબૂત કરવા માગે છે. તેમણે ગામડાં, શેરીઓ અને જમીની સ્તરે જઈને સંગઠનને મજબૂત બનાવવા અને 2029ની લોકસભા ચૂંટણી માટે તૈયારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેન્દ્ર સરકાર સીમાંકન સુધારા બિલ સંસદમાં લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું છે કે સરકારે સીમાંકન બિલ સર્વસંમતિથી પસાર કરાવવા વિપક્ષનો સહયોગ માંગ્યો છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને 16 માર્ચ, 26 માર્ચ અને 12 એપ્રિલે પત્રો લખ્યા હતા અને સત્ર દરમિયાન રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા અનામત અને સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોના સંશયો દૂર કરવા ભાજપને તમિલનાડુની સત્તાધારી ડીએમકેના સમર્થનની જરૂર છે. ડીએમકે હવે ઇન્ડિયા ગઠબંધનમાં સક્રિય ન હોવાથી ભાજપના નેતાઓ મુદ્દા આધારિત સમર્થન મેળવવા પરોક્ષ રીતે સંપર્કમાં છે. ભાજપનો પ્રયાસ સીમાંકન કે મહિલા અનામતથી તમિલનાડુ કે દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં તે સાબિત કરવાનો છે.

મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 163 ધારાસભ્યોનું બહુમત છે. આ સંખ્યાબળ જોતાં ભાજપ પોતાના ઉમેદવારને સરળતાથી જીતાડી શકે તેવી સ્થિતિ છે. પાર્ટી આ બેઠક પર કયા નેતાને ઉતારે છે તેના પર સૌની નજર છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના બે નેતાઓ રાજ્યસભાના સાંસદ બન્યા છે.

એલ. મુરુગનના રાજીનામા બાદ મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો તેજ બની છે. મંત્રી પરિષદમાંથી રાજ્યકક્ષાના મંત્રીનું રાજીનામું હોય તેવો આ ત્રીજો કિસ્સો છે. આ અગાઉ જૂનમાં જ્યોર્જ કુરિયન અને જુલાઈમાં રવનીત સિંહ બિટ્ટુએ રાજીનામું આપ્યું હતું. બીજી તરફ યુપીમાંથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને બી...