સત્ય. સાહસ. સંકલ્પ.

લાંબા વિરામ બાદ અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું

લાંબા વિરામ બાદ અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું

લાંબા વિરામ બાદ આજે સવારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આ વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, અને ખેડૂતોને થોડી રાહત મળી છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરી છે. 2 અને 3 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં 1 જૂનથી 1 સપ્ટેમ્બર સુધી સરેરાશ 600.9 મિલીમીટરની સામે 514.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14 ટકા ઓછો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 35 ટકાની ઘટ નોંધાઈ છે, જે ચિંતાનો વિષય છે.