સત્ય. સાહસ. સંકલ્પ.

રાજુલામાં ફટાકડા વેચાણ પર તંત્રની ચેકિંગ, લાયસન્સ વગર વેચતા બે વેપારી સામે કાર્યવાહી

રાજુલામાં ફટાકડા વેચાણ પર તંત્રની ચેકિંગ, લાયસન્સ વગર વેચતા બે વેપારી સામે કાર્યવાહી

અમરેલીના રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ પર આવી ગયું છે. નાયબ કલેક્ટરે ફટાકડાના વેચાણ સ્થળો પર ચેકિંગ કર્યું હતું, જેમાં લાયસન્સ વગર વેચાણ કરતા બે વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં અંદાજે રૂ. 8 લાખનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા લાયસન્સ ધરાવતા અન્ય સ્ટોલનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું, જેથી નિયમોનું પાલન સુનિશ્ચિત થાય.

દિવાળી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સઘન તપાસ ચાલી રહી છે, એમ તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.