પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલી-અલિયાબાડા રેલવે સેક્શનમાં ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે. આ કામગીરીની અસર અમદાવાદ આવતી-જતી વંદે ભારત સહિત લાંબા અંતરની અનેક ટ્રેનો પર પડશે. રેલવે અધિકારીઓએ મુસાફરોને સુધારેલો સમય તપાસીને પ્રવાસ કરવા અપીલ કરી છે.
ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 30 ઓક્ટોબરે 1 કલાક 30 મિનિટ મોડી, એટલે કે 16:45ને બદલે 18:15 વાગ્યે ઉપડશે. બીજી નવેમ્બરે આ જ ટ્રેન 2 કલાક 10 મિનિટ મોડી, એટલે કે 18:55 વાગ્યે ઉપડશે. ઓખા-બનારસ એક્સપ્રેસ 29 ઓક્ટોબરે 1 કલાક 55 મિનિટ મોડી, એટલે કે 14:05ને બદલે 16:00 વાગ્યે ઉપડશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ બીજી નવેમ્બરે 20:05ને બદલે 21:25 વાગ્યે ઉપડશે.
ઉપરાંત, 24, 25, 26, 28, 29 અને 31 ઓક્ટોબર તથા 1 નવેમ્બરે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસને માર્ગમાં 45 મિનિટ સુધી નિયંત્રિત (મોડી) કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 25 ઓક્ટોબરે માર્ગમાં 1 કલાક 40 મિનિટ અને 1 નવેમ્બરે 4 કલાક 10 મિનિટ નિયંત્રિત રહેશે. કટરા-હાપા એક્સપ્રેસ 26 ઓક્ટોબરે 1 કલાક 30 મિનિટ, ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 26 ઓક્ટોબરે 55 મિનિટ અને સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 28 ઓક્ટોબરે 2 કલાક 40 મિનિટ નિયંત્રિત કરવામાં આવશે.
હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 30 ઓક્ટોબરે હાપાથી 35 મિનિટ મોડી અને જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ 30 ઓક્ટોબરે જામનગરથી 25 મિનિટ મોડી ઉપડશે.
ડબલિંગની કામગીરીને કારણે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસનું સંચાલન આંશિક રીતે રદ રહેશે. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વડોદરાથી રાજકોટ વચ્ચે જ દોડશે, જ્યારે રાજકોટ-જામનગર વચ્ચે તે રદ રહેશે. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી રાજકોટથી વડોદરા વચ્ચે જ દોડશે, જ્યારે જામનગર-રાજકોટ વચ્ચે તે રદ રહેશે.
ચાર ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે: 59552 ઓખા-રાજકોટ લોકલ અને 59551 રાજકોટ-ઓખા લોકલ 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી, તથા 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ અને 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રદ રહેશે.
ભાવનગર-ઓખા એક્સપ્રેસ પણ આંશિક રદ રહેશે. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 24 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ભાવનગરથી રાજકોટ વચ્ચે જ દોડશે, જ્યારે રાજકોટ-ઓખા વચ્ચે તે રદ રહેશે. 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રાજકોટથી ભાવનગર વચ્ચે જ દોડશે, જ્યારે ઓખા-રાજકોટ વચ્ચે તે રદ રહેશે. 24 ઓક્ટોબરે ઓખાથી ઉપડનારી આ ટ્રેન 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.
રેલવેએ મુસાફરોને ટ્રેનોના સુધારેલા સમય અને રદ થયેલી ટ્રેનોની માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ અથવા હેલ્પલાઇન પરથી તપાસીને પ્રવાસનું આયોજન કરવા વિનંતી કરી છે.