રાજકોટના લોકમેળામાં ત્રીજા દિવસે લોકોની ભાખે ભીડ ઉમટી પડી હતી. આ ભીડના કારણે તમામ રાઈડ્સ અને સ્ટોલ્સ ફૂલ થઈ ગયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી છે.
મેળાના ત્રીજા દિવસે ભીડ એટલી બધી હતી કે પોલીસને લાઠીમારો કરવો પડ્યો હતો. સેલ્ફી લેવા જતા લોકોમાં દબાણ વધ્યું હતું, જેના કારણે પોલીસને કાબૂમાં લેવા પગલાં લેવા પડ્યા હતા.
મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા માટે પોલીસે વ્યવસ્થા ચુસ્ત બનાવી છે. આ ઘટનામાં કોઈ મોટી ઈજા થઈ નથી, પરંતુ ભીડને કારણે થોડી મિનિટો સુધી અસ્તવ્યસ્તતા જોવા મળી હતી.