સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ: લસણ કારખાના આપઘાત કેસમાં ત્રણ વ્યાજખોરોની ધરપકડ, પરિવારનો આરોપ – 195% વ્યાજનો ત્રાસ

રાજકોટ: લસણ કારખાના આપઘાત કેસમાં ત્રણ વ્યાજખોરોની ધરપકડ, પરિવારનો આરોપ – 195% વ્યાજનો ત્રાસ

રાજકોટના અટીકા ફાટક પાસે આવેલા લસણના કારખાનામાં પતિ-પત્નીના આપઘાતના મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી, જ્યારે વ્યાજખોરોના ત્રાસથી કોળી સમાજના દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક રમેશભાઈના પિતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી છે. પરિવારજનોનો આરોપ છે કે મોરબીના વ્યાજખોરો પાસેથી લીધેલા ₹4 લાખ સામે 195 ટકા વ્યાજ સાથે ₹8 લાખ ચૂકવવા સતત દબાણ કરવામાં આવતું હતું. આ આર્થિક બોજ અને માનસિક ત્રાસને કારણે દંપતીએ આત્મહત્યા કરી હોવાનું પરિવારનું કહેવું છે.

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.