સત્ય. સાહસ. સંકલ્પ.

ગિરનાર પરિક્રમા માટે રેલવેની સુવિધા: રાજકોટ-જૂનાગઢ વચ્ચે 18-26 નવેમ્બર સુધી 2 જોડી સ્પેશિયલ ટ્રેનો

ગિરનાર પરિક્રમા માટે રેલવેની સુવિધા: રાજકોટ-જૂનાગઢ વચ્ચે 18-26 નવેમ્બર સુધી 2 જોડી સ્પેશિયલ ટ્રેનો

જૂનાગઢમાં યોજાનાર ગિરનાર પરિક્રમા મેળામાં શ્રદ્ધાળુઓના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો 18 થી 26 નવેમ્બર, 2026 દરમિયાન ચાલશે અને સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે, જેથી મુસાફરો સામાન્ય ટિકિટ લઈને સરળતાથી પ્રવાસ કરી શકશે.

પ્રથમ જોડી ટ્રેન નંબર 09604/09603 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09604 રાજકોટથી સવારે 10:25 વાગ્યે ઉપડીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન નંબર 09603 જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડીને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પરત ફરશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી દરરોજ દોડશે, પરંતુ 20 અને 24 નવેમ્બરે તે ઉપલબ્ધ નહીં હોય.

બીજી જોડી ટ્રેન નંબર 09606/09605 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ છે. ટ્રેન નંબર 09606 રાજકોટથી રાત્રે 23:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ 02:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન નંબર 09605 જૂનાગઢથી સવારે 04:25 વાગ્યે ઉપડીને સવારે 06:55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી દરરોજ દોડશે, પરંતુ 19 અને 23 નવેમ્બરે તે ઉપલબ્ધ નહીં હોય.

રાજકોટ ડિવિઝનના પ્રબંધકના જણાવ્યા અનુસાર, આ બંને જોડી ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ સ્ટોપેજથી આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને પરિક્રમા માટે જવાનું સરળ બનશે.