સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ 39.7°C સાથે ફરી સૌથી ગરમ, રાજ્યમાં 40 ડિગ્રી પાર જવાની સંભાવના

રાજકોટ 39.7°C સાથે ફરી સૌથી ગરમ, રાજ્યમાં 40 ડિગ્રી પાર જવાની સંભાવના

રાજકોટ અને સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યાં છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો માહોલ યથાવત્ છે.

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાનમાં પણ કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી, પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહી શકે છે. સમગ્ર રાજ્યમાં પવનોની દિશા સામાન્ય રીતે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફની રહી છે. આગામી દિવસોમાં પણ હવામાન યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે.