સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ભૂતિયા શાળાનો પર્દાફાશ: અંબિકા વિદ્યાલય પર 2 લાખનો દંડ, બીજી શાળાના નામે એલસી અપાતા હતા

રાજકોટમાં ભૂતિયા શાળાનો પર્દાફાશ: અંબિકા વિદ્યાલય પર 2 લાખનો દંડ, બીજી શાળાના નામે એલસી અપાતા હતા

રાજકોટમાં ભૂતિયા શાળાના મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલયને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે શાળા સંચાલકો દ્વારા પૂર્વ મંજૂરી વિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને અભ્યાસ કરાવવામાં આવતો હતો.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રીમિયમ સ્કૂલના નામે લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવતાં હોવાનો પણ ખુલાસો થયો છે. એટલે કે, અંબિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળાના નામે પ્રમાણપત્રો આપવામાં આવતા હોવાનો આક્ષેપ છે.

આ સમગ્ર મામલે ફરિયાદ મળ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગેરરીતિ સામે આવતાં અંબિકા વિદ્યાલય સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યમાં ચાલી રહેલી ભૂતિયા શાળાઓ સામે કોંગ્રેસે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.