સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટમાં ધોળા દિવસે લૂંટ: મામા-ભાણેજ પાસેથી 10-11 લાખની રોકડ લઈને લૂંટારુ ફરાર

રાજકોટમાં ધોળા દિવસે લૂંટ: મામા-ભાણેજ પાસેથી 10-11 લાખની રોકડ લઈને લૂંટારુ ફરાર

રાજકોટના નાનામવા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. મામા-ભાણેજ પાસેથી રોકડ રકમ ભરેલો થેલો લૂંટીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. લૂંટનો ભોગ બનેલા મામા-ભાણેજે થેલામાં 10થી 11 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ હોવાનો દાવો કર્યો છે.

હાલ પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. તેના આધારે ફરાર લૂંટારુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયાં છે. જોકે, આ લૂંટની ઘટના ખરેખર બની છે કે પછી સમગ્ર મામલો શંકાસ્પદ છે, તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.