રાજકોટમાં રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, વ્યાજખોરના ત્રાસને કારણે આ દંપતીએ આ પગલું ભર્યું છે.
જાણવા મળ્યું છે કે, રમેશ ચાવડાએ 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે વ્યાજ સહિત 8 લાખ રૂપિયા ચૂકવવા દબાણ કરવામાં આવતું હતું. આ દબાણથી પરેશાન થઈને દંપતીએ લસણના કારખાનામાં અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને વધુ માહિતી મેળવી રહી છે. આ સમાચાર અપડેટ થશે.